સરકારે અનામત સહિતના પાટીદારના 6 મુદ્દા પર મૌન સેવ્યું, SPGની ઉગ્ર આંદોલનની ચિંમકી

Feb 18, 2017 06:26 PM IST | Updated on: Feb 18, 2017 06:26 PM IST

અમદાવાદઃSPG અધ્યક્ષ લાલજી પટેલે અમદાવાદમાં આજે સરકારના વલણ પર આકરા પ્રહારો કરી ઉગ્ર આંદોલનની ચિંમકી ઉચ્ચારી છે.સરકાર પાસેથી હજુ પાટીદારના 6 મુદ્દાનું પરિણામ ન મળતા લાલજી પટેલે ઉગ્ર આંદોલનની ચિંમકી ઉચ્ચારી છે.બે દિવસ પહેલા આંદોલનને વેગ આપવા SPG કોર કમિટીની બેઠક મળી હતી.

લાલજી પટેલે જણાવ્યું હતું કે  આંદોલનને વેગ આપવા SPG કોર કમિટીની બેઠક મળી હતી જેમાં અમે ધાર્મિક સંસ્થાઓને પણ આંદોલનમાં જોડાવા આહવાન કરવાનો નિર્ણય લીધો હતો.  લાલજીભાઈએ આંદોલનને વેગ આપવા નચિકેત મુખીની ગુજરાતના કન્વીનર તરીકે  વરણી કરી છે. આ તેજ નચિકેત મુખીનો ફોટો થોડા દિવસ પહેલાં ઋત્વિજ પટેલ સાથે વાઇરલ થયો હતો. ઋત્વિજ પટેલને શુભેચ્છા આપતો ફોટો થયો વાઇરલ થયો હતો.

સરકારે અનામત સહિતના પાટીદારના 6 મુદ્દા પર મૌન સેવ્યું, SPGની ઉગ્ર આંદોલનની ચિંમકી

spg mukhi

ત્યારે આ મામલે લાલજી પટેલને મીડિયાકર્મીએ સવાલ કર્યો તો લાલજીભાઈ એ ગોળ ગોળ જવાબ આપી વાતને ટાળવાની કોશિશ કરી હતી.

નવનિયુક્ત SPG કન્વીનર નચિકેત મુખીએ જણાવ્યું હતું કે  ભાજપના તમામ કાર્યક્રમનો વિરોધ થશે  કોંગ્રેસને પણ સ્ટેન્ડ ક્લીયર કરવા ચેતવણી આપી હતી  અને 20 તારીખે મહેસાણામાં ભાજપના કાર્યક્રમનો વિરોધ કરાશે તેમ જણાવ્યું હતું.

ફાઇલ તસવીર

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર