બાહુબલી રાજા ભૈયા સામે ચુંટણી જીત્યાના દિવસે જ નોધાયો હત્યાનો વધુ એક ગુનો

Mar 12, 2017 04:00 PM IST | Updated on: Mar 12, 2017 04:00 PM IST

પ્રતાપગઢની કુંડા વિધાનસભા સીટથી ભારે બહુમતીથી જીત મેળવનાર રઘુરાજ પ્રતાપસિંહ ઉર્ફે રાજા ભૈયા અને વિધાનસ પરિષદ સદસય અક્ષય પ્રતાપસિંહ સહિત પાંચ સામે શનિવારે હત્યા અને સાજિસ રચવાનો ગુનો નોધાયો છે.

પોલીસ અધીક્ષક અબ્દુલ હમીદએ માહિતી આપતા કહ્યુ કે ઉચાહાર કોતવાલી ક્ષેત્રના અરખા ગામ પાસે શુક્રવારે રાત્રે મોટર સાઇકલ પર સવાર યુવક યોગેન્દ્ર યાદવને એક ટ્રકે ટક્કર મારી હતી. જેનું સ્થળ પર મોત નીપજ્યુ છે. પોલીસે ટ્રક ચાલકને પકડી લીધો છે.

બાહુબલી રાજા ભૈયા સામે ચુંટણી જીત્યાના દિવસે જ નોધાયો હત્યાનો વધુ એક ગુનો

તેમણે કહ્યુ કે યોગેન્દ્ર પ્રતાપગઢના હથિગવા જિલ્લાના બલીપુર ગામનો રહેવાસી છે. આ મામલે મૃતકના કાકા સુધીર કુમાર યાદવે શનિવારે ઉંચાહાર કોતવાલીમાં કેસ નોધાવ્યો છે. જેમાં રાજા ભૈયા, અક્ષય પ્રતાપસિંહ ઉર્ફ ગોપાલ જી, રાજા ભૈયાના કર્મચારી ન્નહેસિંહ અને વાહન ચાલક સંજય પ્રતાપસિંહ અને અકસ્માત કરનાર ટ્રક ચાલકનું નામ આરોપી તરીકે લેવાયા છે.

આરોપ લગાવાયો છે કે રાજા ભૈયાએ સાજિસ કરી યોગેન્દ્ર યાદવને ટ્રકથી કચડી તેની હત્યા કરાવી છે. જો કે પોલીસે કેસ નોધી તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર