યુવાનો ટેકનિકના માધ્યમથી નવી વસ્તુઓ શીખે,સુરક્ષિત ઝોનમાંથી બહાર નીકળી જોખમ લેઃમોદીએ યુવાનોમાં ભર્યો જુસ્સો

May 28, 2017 11:06 AM IST | Updated on: May 28, 2017 11:22 AM IST

પીએમ નરેન્દ્ર મોદીએ આજે દેશની જનતાને 32મી વખત રેડિયો પર મન કી બાત કરી હતી. પીએમએ દેશની જનતાને સંબોધન કરતા વિશ્વભરના મુસ્લિમ બિરાદરોને રમઝાનની શુભેચ્છા પાઠવી હતી.

મોદીએ કહ્યુ કે, આપણા લોકોમાં એક સાથે શીખવાની કળા છે. મુસ્લિમનોને રમઝાનની શુભકામના. રમઝાનમાં પ્રાર્થના અને આધ્યાત્મનું પર્વ છે.

યુવાનો ટેકનિકના માધ્યમથી નવી વસ્તુઓ શીખે,સુરક્ષિત ઝોનમાંથી બહાર નીકળી જોખમ લેઃમોદીએ યુવાનોમાં ભર્યો જુસ્સો

લોકોએ મારી સલાહને ગંભીરતાથી લીધી. યુવાનો સુરક્ષિત ઝોનમાંથી બહાર નીકળી ઝોખમ લેતા શીખે. લોકો નવી વસ્તુ શીખવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશના યુવાનો ટેકનિકના માધ્યમથી નવી-નવી વસ્તુઓ શીખી રહ્યા છે.

5 જુને વિશ્વ પર્યાવરણ દિવસ છે. કુદરત સાથે જોડાવવાનો અર્થ પોતાના સાથે જોડાવું. પ્રકૃતિમાં અનોખી તાકાત હોય છે. ધરતી આપણી માતા છે.

પીએમ મોદીએ યોગ અંગે કહ્યુ હતું કે,21 જૂન વિશ્વ માટે જાણીતો દિવસ છે.વેલનેસ અને ફિટનેસ માટે યોગ જરૂરી છે. વિશ્વ યોગ દિવસ દુનિયાને જોડી રહ્યો છે. તણાવમુક્ત જીવન માટે યોગની ભુમિકા મહત્વની છે. યોગ દિવસ પર વિશ્વના બધા દેશોને પત્ર લખ્યો છે. યોગ વિશ્વને ભારતને ઘણી મોટી દેન છે.

ત્રીજા યોગ દિવસ પર પરિવારની ત્રણ પેઢી એક સાથે યોગ કરે. ત્રણ પેઢીઓની યોગની તસવીર શેર કરો.ફિટનેશ માટે યોગ જરૂરી છે.જ્યા હું જાઉ છુ ત્યા સફાઇ કાર્યક્રમ યોજાય છે. મારી યાત્રા સાથે સ્વચ્છતાને જોડી દેવામાં આવી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર