રામગોપાલ યાદવ ફરી SPમાંથી સસ્પેન્ડ,મુલાયમે અધિવેશનને ગણાવ્યુ ગેરબંધારણીય

Jan 01, 2017 03:07 PM IST | Updated on: Jan 01, 2017 03:08 PM IST

લખનઉઃ ઉત્તર પ્રદેશમાં સત્તામાં રહેલી સમાજવાદી પાર્ટીના ઝઘડામાં નવું ટ્વીસ્ટ આવ્યું છે. મુલાયમસિંહ યાદવે એક વાર ફરી પલટવાર કરતા રામગોપાલ યાદવને પાર્ટીમાંથી કાઢી મુક્યા છે.મુલાયમસિંહે સાફ કહ્યુ હતું કે ઉમેદવારોની યાદીમાં કોઇ બદલાવ નહી આવે. પાંચ જાન્યુઆરીના સમાજવાદી પાર્ટીનું અધિવેશન બોલાવાશે અને તેમાં કેટલાક નિર્ણયો લેવાશે. રામગોપાલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે.

ramgopal001

રામગોપાલ યાદવ ફરી SPમાંથી સસ્પેન્ડ,મુલાયમે અધિવેશનને ગણાવ્યુ ગેરબંધારણીય

સમાજવાદી પાર્ટીના આજના રાષ્ટ્રીય અધિવેશનમાં લેવાયેલો નિર્ણય ગેરબંધારણીય છે. આ અધિવેશનમાં જે પણ નિર્ણય લેવાયા તે ગેર કાનૂની છે. પાર્ટીની અંદર કેટલાક લોકો નુકશાન પહોચાડવા મથી રહ્યા છે જે ભાજપને ફાયદો કરાવવા માગે છે.

નોધનીય છે કે, ઉત્તર પ્રદેશની સત્તામાં રહેલી પાર્ટી સમાજવાદી પાર્ટીનો રાજકીય અને પારિવારિક ઝઘડો શાંત પડવાનું નામ નથી લઇ રહ્યો. નવા વર્ષમાં પણ ઝઘડો વધુ ઉગ્ર બની રહ્યો છે. અખિલેશ યાદવને પહેલા સપામાંથી કાઢી મુકાયાના 24 કલાકની અંદર પાર્ટીમાં પાછી લઇ લીધાના આગળના દિવસે રવિવારે જ પાર્ટીના એક વિશેષ અધિવેશનમાં તેમણે મુલાયમસિંહ યાદવની જગ્યાએ સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દેવાય છે.

આ અધિવેશન પાર્ટીના મહાસચિવ રામગોપાલ યાદવે બોલાવ્યું હતું. રામગોપાલ પણ અખિલેશ સાથે શુક્રવારે પાર્ટીમાંથી કાઢી મુકાયા હતા અને શનિવારે તેમનું નિષ્કાસન તત્કાલ રદ કરી દેવાયું હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર