મુલાયમસિંહ ફરી વિફર્યા, અખિલેશને ખરી ખોટી સંભળાવી મુસ્લિમ વિરોધી ગણાવ્યો

Jan 16, 2017 04:12 PM IST | Updated on: Jan 16, 2017 04:12 PM IST

નવી દિલ્હી #સમાજવાદી પાર્ટીમાં શરૂ થયેલ રાજકીય વિખવાદ દિવસે દિવસે વધું ગુંચાઇ રહ્યો છે. પિતા પુત્ર વચ્ચે સમાધાન ફોર્મ્યુલા પણ અસરકારક ન નીવડતાં હવે મામલો વધુ વિવાદીત બની રહ્યો છે. મુલાયમસિંહે આજે તો જાહેરમાં અખિલેશને ખરી ખોટી સંભળાવી અને એને મુસ્લિમ વિરોધી ગણાવી દીધો. કાર્યકર્તાઓને સંબોધન કરતાં મુલાયમસિંહે અખિલેશને ઘણું સંભળાવ્યું અને કહ્યું તે મારી વાત પણ સાંભળવા તૈયાર નથી.

સંબોધન દરમિયાન મુલાયમસિંહ યાદવની સામે જ ઘણા કાર્યકર્તાઓ રીતસરના રડતા દેખાયા હતા. કાર્યકર્તાઓએ મુલાયમસિંહને કહ્યું કે, સાયકલ બચાવી લો નેતાજી. તમે મોટા છો. આ મુદ્દે મુલાયમે કાર્યકર્તાઓને કહ્યું કે, નાટક ના કરો. સાંજે ચૂંટણી પંચ નિર્ણય આપશે ત્યારે ખબર પડી જશે.

મુલાયમસિંહ ફરી વિફર્યા, અખિલેશને ખરી ખોટી સંભળાવી મુસ્લિમ વિરોધી ગણાવ્યો

મુલાયમે કહ્યું કે, અખિલેશ વાત જ નથી સાંભળતો. કેટલી વાર એને બોલાવ્યો પણ સાંભળતો જ નથી. મુલાયમે કહ્યું કે, અખિલેશે મુસ્લિમ વિરોધમાં કામ કર્યું છે. એક મૌલાનાએ મને જણાવ્યું છે. અખિલેશે મુસ્લિમો માટે કોઇ કામ નથી કર્યું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર