સાધ્વી પર જમીન પચાવી પાડવાનો આરોપ,ટ્રસ્ટીનો ખુલાસો દારૂનો ધંધો પણ કરતી

Feb 02, 2017 01:47 PM IST | Updated on: Feb 02, 2017 01:47 PM IST

પાલનપુરઃ બનાસકાંઠાના વડગામ નજીકના મુક્તેશ્વર મઠના કરોડપતિ સાધ્વી જયશ્રીગીરી હાલ પોલીસ રિમાન્ડ પર છે ત્યારે સાધ્વીને વધુ એક વિવાદ સામે આવ્યો છે.સાધ્વી પર જમીન પચાવી પાડવાનો આરોપ લાગ્યો છે.કેવી રીતે પચાવી પાડી બાબતે મુક્તેશ્વર મઠના મંત્રી નથૂભાઈ ચૌધરીએ Etv સાથે વિસ્ફોટક ખુલાસો કર્યો છે.

jaysrigiri jalvo

સાધ્વી પર જમીન પચાવી પાડવાનો આરોપ,ટ્રસ્ટીનો ખુલાસો દારૂનો ધંધો પણ કરતી

આ ટ્રસ્ટમાં 56 એકર જમીનમાં ડુંગર અને કૂટીયા આવેલી છે. મહાદેવનું પુરાણીક પાંડવો વખતનું મંદીર આવેલુ છે અને ત્યાં પિતૃશ્રાદ્ધ કરવામાં આવતું હતુ.આ મુક્તેશ્વર મઠમાં 15 એકર જમીનમાં ખેતરમાં માત્ર અસામાજિક પ્રવૂતિ થતી હતી.

ટ્રસ્ટના લોકોને પ્રવેસવા દેતી ન હતી. આ મઠમાં જયશ્રીગીરી દારૂના  અડ્ડા ચલાવતી હોવાનું પણ ટ્રસ્ટના મંત્રીએ આરોપ લગાવ્યો છે..હવે ટ્રસ્ટ પરત કબ્જો મેળવવા કલેકટર અને પોલીસ પાસે બંદોબસ્ત માગશે.

 

સુચવેલા સમાચાર