JIOના થયા 10 કરોડ ગ્રાહકો,31માર્ચ 2018 સુધી જિયો પ્રાઈમ મેમ્બરને મળશે અનલિમિટેડ ડેટા

Feb 21, 2017 01:56 PM IST | Updated on: Feb 21, 2017 02:58 PM IST

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાજીએ આજે જણાવ્યું હતું કે જિઓ સાથે 10 કરોડ લોકો જોડાયા છે. રિલાયન્સ ચેરમેને ગ્રાહકોનો આભાર માન્યો હતો. વધુમાં માહિતી આપતા કહ્યુ હતું કે 1 સેકન્ડમાં 7 ગ્રાહકો જિઓ સાથે જોડાઇ રહ્યા છે. ઼ડેટા ઉપયોગ કરવામાં ભારત દુનિયાનો નંબર 1 દેશ બની ગયો છે. 170 દિવસમાં જીઓના 10 કરોડ યુજર્સ થયા છે. જીઓઅંગે મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યુ હતું કે, જીઓના પ્રાઇમ મેમ્બર્સને 31 માર્ચ 2018 સુધી અનલિમિટેડ ડેટા મળશે.

JIOના થયા 10 કરોડ ગ્રાહકો,31માર્ચ 2018 સુધી જિયો પ્રાઈમ મેમ્બરને મળશે અનલિમિટેડ ડેટા

ri2

વધુમાં મુકેશ અંબાણીએ માહિતી આપતા કહ્યુ હતું કે, જીઓથી દર મિનિટે બે કરોડ વોઇસ કોલ થાય છે. વિકસિત દેશોની બરાબર ભારતમાં ડેટાનો ઉપયોગ કરાય છે. જિયો જલ્દી જ ડેટા ક્ષમતાને બમણી કરશે.

ri3

RIL ચેરમેન મુકેશ અંબાણીનું સંબોધન

31 માર્ચ પછી પણ વોઇસ કોલ ફ્રી

જિયોથી જિયો કોલિંગ લાઇફટાઇમ ફ્રી

દરેક પ્લાનમાં 20 ટકા વધુ ડેટા અપાશે

મોબાઇલ વીડિયો નેટવર્ક મામલે જિયોએ રેકોર્ડ બનાવ્યા

જિયો યુજર્સ રોજના 5.5 કરોડ જીબી ડેટા માત્ર વીડિયો જોવામાં ઉપયોગ કરે છે.

મુકેશ અંબાણીએ કહ્યુ જુના 10 કરોડ જિયો ગ્રાહકોને પણ અપાશે ફાયદો કેમ કે એ પહેલા છે જેમણે અમારા પર વિશ્વાસ મુક્યો

જુના 100 મિલિયન જિયો યુજર્સને જિયો પ્રાઇમ મેમ્બરશિપનો હિસ્સો બનવાનો મોકો અપાશે. એક માર્ચથી આ શરૂ થશે અને 31 માર્ચ સુધી ચાલશે. આ મેમ્બરશિપ તમે કોઇ પણ જિયો સ્ટોર કે જિયો એપ કે જિયો વેબસાઇટથી લઇ શકો છો.

જિયો પ્રાઇમ મેમ્બર્સ માટે વિશેષ 303 રૂપિયાનો પ્લાન હશે

31માર્ચ પહેલા જિયો લેનારા ગ્રાહકોને 99 રૂપિયામાં જિયો પ્રાઇમની મેમ્બરશિપ મળશે.

1 એપ્રિલથી જિયોના ટૈરિફ પ્લાન શરૂ થશે પરંતુ વોઇસ કોલિંગ અને રોમિંગ ફ્રી રહેશે

'જિયો સાથે 10 કરોડ ગ્રાહક જોડાયા'

'1 સેકન્ડમાં 7 ગ્રાહક જિયો સાથે જોડાય છે'

RIL ચેરમેન મુકેશ અંબાણીએ ગ્રાહકોનો આભાર માન્યો

'જિયોથી દરેક મિનિટે 2 કરોડ વોઈસ કોલ'

'મોબાઈલ ડેટાના ઉપયોગમાં ભારત નં. 1'

'ગ્રાહકોએ જાન્યુ.માં 100 કરોડ GB ડેટાનો ઉપયોગ કર્યો'

'જિયો જલ્દી જ ડેટા ક્ષમતાને બમણી કરશે'

'અમેરિકાની બરાબર ભારતે ડેટાનો ઉપયોગ કર્યો'

'31 માર્ચ પછી પણ તમામ વોઈસ કોલ ફ્રી'

'મિત્રો, તમે અમારા પર વિશ્વાસ કર્યો'

'જિયોના ગ્રાહકોને ભવિષ્યમાં ફાયદો થશે'

'વર્તમાન ગ્રાહકો માટે જિયો પ્રાઇમ યોજના'

'પ્રથમ 10 કરોડ ગ્રાહકો જિયો માટે ખાસ'

'જિયો પ્રાઈમ મેમ્બરને 1 વર્ષ સુધી મફત સેવા'

'1થી 31 માર્ચ સુધી પ્રાઇમ મેમ્બરશીપ મળશે'

'99 રૂપિયામાં પ્રાઈમ મેમ્બરશીપ મળશે'

'1 એપ્રિલથી જિયો ટેરિફ પ્લાન'

'જિયો ટેરિફ પ્લાન બધાં કરતાં ઉત્તમ હશે'

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર