સાધ્વીએ દર્શન માટે આવેલા વેપારી પાસે 25લાખ પડાવી લીધા!

Jan 30, 2017 08:54 PM IST | Updated on: Jan 30, 2017 08:54 PM IST

અમદાવાદઃપાલનપુરના સાધ્વી જયશ્રીગીરીના કાળા કારનામાઓ ધીરે ધીરે બહાર આવી રહ્યા છે.સાધ્વી સામે નિકોલ પોલીસ સ્ટેશન સ્ટેશનમાં વધુ એક અરજી કરવામાં આવી છે.નિકોલમાં રહેતા ફર્નિચરના વેપારી વસંત પંચાલે નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપતા કહ્યું છે કે વર્ષ 2010માં તેણે સાધ્વી જયશ્રીગીરીને રૂપીયા 25 લાખ અને એક આઇ 10 કાર આપી હતી.

sathvi jaysrigiri

સાધ્વીએ દર્શન માટે આવેલા વેપારી પાસે 25લાખ પડાવી લીધા!

જો કે હજી સુધી સાધ્વીએ આ કાર કે રૂપિયા પરત કર્યા નથી.જેથી વસંતભાઇએ આ અંગે અરજી આપી છે.વસંતભાઇનું કહેવું છે કે તેઓ અવારનવાર આ મંદિરમાં દર્શન માટે જતા હતાં અને ત્યાં તેનો સંપર્ક સાધ્વી સાથે થયો હતો.હાલમાં પોલીસએ આ અરજીના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

 

સુચવેલા સમાચાર