અક્ષરધામ મંદિર હુમલા કેસમાં નિર્દોષ છૂટનાર મુફ્તી મંસુરીએ સરકાર પાસે માગ્યુ પાંચ કરોડનું વળતર

Apr 02, 2017 08:55 AM IST | Updated on: Apr 02, 2017 08:55 AM IST

અમદાવાદઃગાંધીનગરના અક્ષરધામ મંદિર પરના હુમલાના કેસમાં નિર્દોષ છૂટેલા મુફ્તી અબ્દુલ કયુમ મંસુરીએ રૂ. પાંચ કરોડના વળતરની માગ સાથે સિટી સિવિલ કોર્ટમાં અરજી કરી છે.મુફ્તીએ. રાજ્ય સરકાર, ડી. જી. વણઝારા, જી. એલ. સિંઘલ. વી.ડી. વનાર અને આર. આઈ. પટેલ નામના પોલીસ અધિકારી સામે વળતરનો દાવો કર્યો છે.

આ અરજી પરની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.મુફ્તીનુ કહેવુ છે કે, ડી. જી. વણઝારા વિવિધ કેસમાં આરોપી છે તો પણ તેણે તેની સામે રૂ. 101 કરોડનો દાવો કર્યો છે. જ્યારે તેને તો આ કેસમાં સુપ્રીમ કોર્ટે નિર્દોષ છોડ્યા છે.આ સંજોગોમાં વળતર મેળવવાના તે હકદાર છે.

અક્ષરધામ મંદિર હુમલા કેસમાં નિર્દોષ છૂટનાર મુફ્તી મંસુરીએ સરકાર પાસે માગ્યુ પાંચ કરોડનું વળતર

મુફ્તીએ પણ કહ્યુ છે કે, ભવિષ્યમાં તેઓ ડી. જી. વણઝારા અને અન્ય પોલીસ અધિકારીઓ સામે ક્રિમિનલ અરજી પણ કોર્ટમાં કરશે.

સુચવેલા સમાચાર