ગુજરાતની જેમ દેશમાં 600થી વધુ એમએસએમઇ ક્લસ્ટરો બનાવાશે:કલરાજ મિશ્ર

Jan 12, 2017 08:43 PM IST | Updated on: Jan 12, 2017 08:43 PM IST

ગાંધીનગરઃવાઇબ્રન્ટ ગુજરાત સમિટના ત્રીજા દિવસે મુખ્યપ્રધાન વિજય રુપાણી અને કેન્દ્રીય પ્રધાન કલરાજ મિશ્રની ઉપસ્થિતમાં એમએસએમઇ સેમિનાર યોજાયો હતો. કેન્દ્રીય પ્રધાને દાવો કર્યો હતો કે ગુજરાતની જેમ સમગ્ર દેશમાં 600 થી વધુ એમએસએમઇ ક્લસ્ટરો બનાવવામાં આવશે. જે માટે કેન્દ્ર સરકાર દ્રારા તમામ રાજ્યોને મદદ કરવામાં આવી રહી છે.

એમએસએમઇ સેક્ટર સૌથી વધુ રોજગારી આપી છે ત્યારે ગુજરાત તેમાં અગ્રેસર છે. ગુજરાતમાં અંકલેશ્વર, સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં એમએસએમઇ ક્લસ્ટરો છે. જેના આધારે કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં ક્લસ્ટરો બનાવવા માંગે છે. સાથે જ અમદાવાદના ઇન્ડો-જર્મન ટુલની જેમ દેશમાં 18 સ્થળોએ કૌશલ્ય કેન્દ્રો બનાવાશે.

ગુજરાતની જેમ દેશમાં 600થી વધુ એમએસએમઇ ક્લસ્ટરો બનાવાશે:કલરાજ મિશ્ર

એમએસએમઇ સેક્ટરમાં નોટબંધીના કારણે જે મુશ્કેલી પડી હતી તે પણ દૂર થઇ ગયાનો કેન્દ્રીય પ્રધાને દાવો કર્યો હતો. મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજ્યમાં પણ એમએસએમઇ ક્ષેત્રે વધુ રોકાણ આવશે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર