વડોદરાઃશાહરૂખના ચાહકના મોત મામલે રેલવે પોલીસે પાઠવ્યું સમન્સ

Feb 09, 2017 11:15 AM IST | Updated on: Feb 09, 2017 11:15 AM IST

વડોદરાઃવડોદરા રેલવે સ્ટેશન પર શાહરૂખ ખાનની રઈસ ફિલ્મ પ્રમોશન સમયે મચેલી ભાગદોડ મામલે રેલવે પોલીસે કાર્યવાહી કડક કરી છે.રેલવે સ્ટેશન પર મચેલી ભાગદોડમાં વડોદરાના ફરીદ ખાનનું મોત નિપજયું હતુંતેમજ બે પોલીસકર્મી સહિત 12 લોકો ઘાયલ થયા હતા.જે મામલે રેલવે પોલીસે અભિનેતા ફરહાન અખ્તરની એમ એસ એકસલ એન્ટરટેઈનમેન્ટ કંપનીને સમન્સ પાઠવ્યું છે.

raus hakaj1

વડોદરાઃશાહરૂખના ચાહકના મોત મામલે રેલવે પોલીસે પાઠવ્યું સમન્સ

રેલવે પોલીસે અગાઉ શાહરૂખ ખાનની ફિલ્મનું પ્રમોશન કરતી ફરહાન અખ્તરની કંપનીને સમગ્ર ઘટનાને લઈ જવાબ આપી જવા બે વખત પત્ર લખ્યો હતો.પરંતુ કંપનીએ પત્રનો કોઈ જવાબ ન આપતા પોલીસે સમન્સ પાઠવી કડક કાર્યવાહી કરી છે.આ ઉપરાંત પોલીસે ક્રિકેટર ઈરફાન અને યુસુફ પઠાણના નિવેદનો પણ નોંધ્યા છે.તેમજ ફિલ્મ પ્રમોશન માટે મંજુરી આપનારા મુંબઈ ચર્ચગેટના પીઆરઓનું પણ નિવેદન લીધું છે.

રેલવે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે જો ફરહાન અખ્તરની કંપની પોલીસને બે દિવસમાં સમન્સનો જવાબ નહીં આપે તો તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.ત્યારે હવે ફરહાન અખ્તરની કંપની પોલીસ સમક્ષ શું જવાબ લખાવે છે તેના પર સૌની નજર છે.

ફાઇલ તસવીર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર