સાંસદ શંકર વેગડને લાફો મારનાર રામા ભરવાડની ધરપકડ

Feb 06, 2017 08:11 PM IST | Updated on: Feb 06, 2017 08:11 PM IST

સુરેન્દ્રનગરઃરાજ્યસભાના સાંસદ શંકર વેગડને ગઇ કાલે સમુહલગ્નના સ્ટેજ પર લાફો મારનાર આરોપી રામા ભરવાડની ધરપકડ કરાઇ છે. સમાજ માટે કઇ કામ કર્યુ ન હોવાનો આરોપ લગાવી સાંસદને સ્ટેજ પર જ લાફો ઝીકી દીધો હતો. જો કે બે જુથમાં સાંસદને નિશાન બનાવાયુનું ચર્ચાઇ રહ્યુ હતું. આરોપી રામા ભરવાડને સુરેન્દ્રનગર LCBએ રાજકોટથી ધરપકડ કરી છે.પોલીસે જૂના ધ્રાંગધ્રા ટોલ ટેક્સ કેસમાં ધરપકડ કરી છે.સાંસદને લાફા મારવાની ઘટનાનો કોઈ ઉલ્લેખ નહીં.

સુરેન્દ્રનગરના રાજ્ય સભાના સંસદ શંકર વેગડને ભરવાડ સમાજના સમુહ લગ્નમાં પ્રવચન દરમિયાન સ્ટેજ પર જઈને માઈક હાથમાં લઈને સંસદને જાહેરમાં લાફો મરાયો હતો. લાફો મારનાર થાન પંથકના રામા ભરવાડને સુરેન્દ્રનગર પોલીસે રાજકોટ પકડીને લાવી હતી. ધ્રાંગધ્રા ખાતે અાગેવાના ગુનામાં પોલીસે પકડવાનો બાકી હતો. હાલ ધ્રાંગધારા પોલીસ કબજા આવેલા ભરવાડે સંસદના ઇસારે પોલીસે મારમાર્યાનો સનસની ખેજ આરોપ લગાવ્યો હતો.

સાંસદ શંકર વેગડને લાફો મારનાર રામા ભરવાડની ધરપકડ

જયારે સંસદના સમર્થનમાં કાલે સુરેન્દ્રનગરમાં કલેક્ટરને રેલી સ્વરૂપે આવેદન પત્ર અપાશે. સમસ્ત સમાજ દ્વારા આક્રોશ રેલી સુરેન્દ્રનગર યોજાશે. અને આવેદન આપવામાં આવશે જેને લઈને સુરેન્દ્રનગર નું રાજકારન ગરમાયુ છે.

સુચવેલા સમાચાર