સાંસદ કે.સી પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર મહિલાની અટકાયત

May 02, 2017 11:56 AM IST | Updated on: May 02, 2017 12:01 PM IST

વલસાડના સાંસદ કે.સી પટેલ પર દુષ્કર્મનો આરોપ લગાવનાર દિલ્હીની મહિલાની પોલીસે અટકાયત કરી છે.મહિલાની ગાઝિયાબાદ સ્થિત નિવાસેથી અટકાયત કરવામાં આવી છે. સાંસદ કે.સી.પટેલે મહિલા સામે ફરિયાદ નોધાવતા પોલીસ મહિલાની પૂછપરછ કરી રહી છે. સાંસદે આરોપ લગાવ્યો હતો કે તે હનીટ્રેપનો શિકાર બન્યા છે.પોલીસ સ્ટેશનમાં આરોપ લગાવનાર મહિલા વકીલની પૂછપરછ કરાઇ છે.આરોપી મહિલાને તીસ હજારી કોર્ટમાં રજૂ કરાશે.

દિલ્હી પોલીસે મહિલાને નિવેદન નોંધાવવા માટે CRPC ધારા 164 હેઠળ નોટિસ મોકલી હતી. મહિલા જજ સમક્ષ પીડિત મહિલાનું નિવેદન લેવાશે. આજ પીડિત મહિલાએ ગયા વર્ષે એક સાંસદ સામે આરોપ લગાવ્યો હતો.હરિયાણાના રાજ્યસભાના સાંસદ સામે આરોપ લગાવ્યો હતો.પાછળથી કોર્ટમાં આરોપ પાછો ખેંચ્યો હતો.પીડિત મહિલા પોતે વકીલ છે.સમગ્ર મામલે દિલ્હી પોલીસની ટીમ તપાસ કરી રહી છે.

સાંસદ કે.સી પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર મહિલાની અટકાયત

બદનામ કરવાની ધમકી સાથે રૂપિયા 7 કરોડની માગ કરેલી

વલસાડના સાંસદ ડો. કે સી પટેલે દુષ્કર્મ કર્યાની દિલ્હીની કોર્ટમાં મહિલા વકીલે કરેલ ફરિયાદ બાદ રાજકારણ ગરમાયું છે. સાંસદ ડો. કે. સી પટેલ ફરી એક વખત મીડિયા સામે આવ્યા હતા અને મહિલાએ કરેલ તમામ આક્ષેપોને ફગાવ્યા હતા.મહિલાએ મને ફસાવવાનો પ્રયાસ કર્યો છે.બદનામ કરવાની ધમકી સાથે રૂપિયા 7 કરોડની માગ કરેલી હોવાનું રટન કર્યું હતું. અને ફરિયાદી મહિલાએ સુપ્રીમ કોર્ટના વકીલ હોવાની ઓળખ આપી હતી.વકીલ તરીકે ફોન પર સંપર્ક સાધ્યો હતો.ત્યાર બાદ ગાઝીયાબાદ લઇ જઇ કેફી પીણું પીવડાવાયું હતું. અને મને બદનામ કરવાની ધમકી પણ આપતી હતી.

સુચવેલા સમાચાર