રેલવેમાં ગુજરાતીઓની ભરતી કરો,ધાર્મિક સ્થળે વિશેષ ટ્રેન દોડાવોઃસાંસદ કિરિટ સોલંકીની રજૂઆત

Jan 20, 2017 08:03 AM IST | Updated on: Jan 20, 2017 08:03 AM IST

અમદાવાદઃકેન્દ્રના બજેટ પહેલા દર વર્ષે રેલવેના ઉચ્ચ અધિકારી એને ગુજરાતના સાંસદો વચ્ચે બેઠક મળે છે.આજે પણ અમદાવાદના એનેક્સી ખાતે સાંસદ અને વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર જી.સી.અગ્રવાલ વચ્ચે બેઠક મળી હતી.જો કે સાંસદોમાં પણ ગણિયા ગાંઠિયા સાંસદ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના સાંસદ કિરિટ સોલંકી,વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટ,દિપ્સી રાઠોડ,મહેસાણાના સાંસદ જયશ્રીબહેન પટેલ અને દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદના સાંસદ કિરિટભાઈ સોલંકીએ રજુઆત કરી છે કે અમદાવાદના સાબરમતી નામે બે સ્ટેશન છે તો એક સ્ટેશનનું નામ બદલવામાં આવે.રેલવે બોર્ડ દ્વારા થતી ભરતીમાં ગૃપ સી અને ગૃપ ડીની ભરતી ડીઆરએમથી થવી જોઈએ અને તેમાં પણ ગુજરાતીઓની ભરતી જવી જોઈએ તો ધાર્મિક સ્થળોએ વિશેષ ટ્રેન દોડાવવામાં સહિત અનેક મુદે રજુઆત કરવામાં આવી હતી.

રેલવેમાં ગુજરાતીઓની ભરતી કરો,ધાર્મિક સ્થળે વિશેષ ટ્રેન દોડાવોઃસાંસદ કિરિટ સોલંકીની રજૂઆત

જો કે બીજા સાંસદોને પોતાના વિસ્તારના રેલવેના લગતા પશ્નો ન હોત તેમ માનીને કોઈ ઉપસ્થિત રહ્યુ ન હતું .તો કેલાક સાંસદોને પોતાના કામને કારણે પ્રજાના પશ્નોને વાચા આપવામાં રસ નથી તેવુ આ બેઠકમાં જોવા મળ્યુ હતુ.

 

સુચવેલા સમાચાર