જન્મભૂમિનું ઋણ ચુકવવા સાંસદે ત્રીજુ ગામ દત્તક લીધુ, કયુ ગામ છે જાણો

Jan 05, 2017 06:43 PM IST | Updated on: Jan 05, 2017 06:43 PM IST

પાટણઃવડાપ્રધાન દ્વારા ગામડાઓનો વિકાસ કરવા ૨૦૧૪ માં સાંસદ આદર્શ ગામ યોજના જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ સાંસદો દ્વારા રાજ્ય ના ગામડાઓ દતક લઇ તેનો વિકાસ દોર શરુ કરવામાં આવ્યો છે. ત્યારે આજે અમદાવાદ પશ્રિમના સાંસદ ડો.કિરીટ સોલંકી દ્વારા પાટણ જીલ્લાના કંબોઈ ગામને દતક લેવાયું છે.ગામલોકોને આશા છે કે હવે ગામને અનેક સુવિધાઓ મળશે.

આજરોજ પાટણ જીલ્લાના કંબોઈ ગામને અમદાવાદના પશ્રિમ વિસ્તારના લોક સભાના સાંસદ ડો કિરીટ સોલંકીએ દતક લીધી છે. આ તેમની જન્મ ભૂમિ હોઈ અને તેમનું મોસાળ હોઈ જન્મ ભૂમિ નું ઋણ અદા કરવા માટે તેમને આદર્શ ગામ યોજના અંતર્ગત કંબોઈ ગામને દતક લેવાનો નિર્ણય કર્યો છે અને પહેલા પણ તે રાજ્ય ના બારેજડી અને પોર ગામને દતક લઇ ચુક્યા છે ત્યારે આજે પાટણ ના કંબોઈને પણ દતક લીધું છે.

જન્મભૂમિનું ઋણ ચુકવવા સાંસદે ત્રીજુ ગામ દત્તક લીધુ, કયુ ગામ છે જાણો

માટે ગામની હાઇસ્કુલ ખાતે ગ્રામજનો સાથે મુલાકાત પણ કરી અને ગ્રામ માં વર્ષો થી જે સુવિધાઓ નથી જેને લઇ ગ્રામજનો અને મુશ્કેલીઓ વેઠી રહ્યા છે તેના નિરાકરણ માટે અને સમસ્યા ઓ જાણવા માટે તેમની સાથે ચર્ચા કરી હતી અને ગ્રામ દતક લેવાની જાહેરાત કરી ટૂંક માં સમય માં ગામ ની મુખ્ય સમસ્યા ઓ જેવી કે શિક્ષણ રોડ સ્વસ્છતા અને ગામ ના તળાવ સહીત અનેક સમસ્યાઓ હલ કરી ગામ માં વિકાસ કરવાના વચનો આપ્યા છે અને સમગ્ર ગામ ને પોતાનું બનાવી આવનારા સમય માં તમામ અપૂરતી સુવિધાઓ ગ્રામ માં ઉભી કરવામાં આવશે તેવી ગ્રામજનો ને બાહ્યધરી આપી હતી.

કંબોઈ ગામ વર્ષો થી અનેક સમસ્યાઓ થી પીડાઈ રહ્યું છે જેમાં પશુ દવાખાનું અને આરોગ્ય કેન્દ્ર તો છે પણ તેમાં ડોક્ટર નથી તો સાત ગામો વચ્ચે એક જ બેંક છે અને ગામ માં કોઈ એટીએમ પણ નથી આમ ગામ આજે પણ અનેક સુવિધાઓ થી વંચિત હોઈ સાંસદ દ્વારા ગામ ને દતક લેતા ગ્રામજનો માં એક વિકાસ ની આશા બંધાઈ છે અને ગ્રામજનો માં વિકાસ થશે તેવી આસ ને લઇ ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે.

સાંસદ દ્વારા રાજ્ય ના ત્રણ ગામ દતક લીધા છે અને તેમના વિકાસ ની જવાબદારી પણ ઉઠાવી છે ત્યારે વર્ષો થી સુવિધાઓ અને સમસ્યાઓ નો સમાનો કરી રહેલ કંબોઈ ગામ ના ગ્રામજનો માં વિકાસ ની આશા જોવા મળી રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સાંસદ કરેલ ગામ ના વિકાસ ના વચનો ક્યારે કરે છે પુરા અને ગામ નો કેટલો કરે છે વિકાસ એ તો આવનારો સમય જ બતાવશે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર