વલસાડ: સાંસદ કે.સી.પટેલે રેપ કર્યાનો દિલ્હીની મહિલાનો આરોપ

Apr 28, 2017 05:04 PM IST | Updated on: Apr 28, 2017 05:04 PM IST

વલસાડના ભાજપના સાંસદ  ડૉ.કે. સી. પટેલ પર દિલ્હીની નીચલી કોર્ટમા દુષ્કર્મના  આરોપ સાથે ફરિયાદ દાખલ થતા ખડભડાટ મચી ગયો છે. દિલ્હી ની એક મહિલા વકીલએ વલસાડ ડાંગના સાંસદ કે.સી. પટેલ પર દુષ્કર્મના આરોપ સાથે દિલ્હીની નીચલી કોર્ટમા  ફરિયાદ દાખલ કરી હતી.આથી કોર્ટએ દિલ્હી ના નોર્થ એવેન્યુ પોલીસ સ્ટેશનના એસ એચ ઓ પાસે થી આ સમગ્ર મામલે એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે.

પિડિતાનો દાવો છે કે,માર્ચ 2017માં સાંસદ ડૉ. કે.સી. પટેલએ તેમના  ઘરે દુષ્કર્મ આચર્યું હતુ.જોકે આ આક્ષેપો ને સાંસદ કે.સી.પટેલે નકાર્યા છે.અને સાંસદ હાલ દિલ્હીમા છે.વધુ મા કોર્ટ એ આ મામલા ની ઊંડાણપૂર્વક તપાસ માટે એક સ્પેશિયલ અધિકારીની નિમણૂક કરવાનો આદેશ કર્યો છે. સાંસદ ડૉ.કે.સી.પટેલ વિરુધ્ધ રેપના આક્ષેપ બાદ વલસાડ જિલ્લાના રાજકારણમાં ખળભળાય મચ્યો છે.

વલસાડ: સાંસદ કે.સી.પટેલે રેપ કર્યાનો દિલ્હીની મહિલાનો આરોપ

 

સુચવેલા સમાચાર