#HalfGirlfriendTrailer: રિલીઝ પહેલા જ હિટ થઇ હાફ ગર્લફ્રેન્ડ

Apr 11, 2017 11:45 AM IST | Updated on: Apr 11, 2017 11:45 AM IST

મુંબઇ #શ્રધ્ધા કપૂર અને અર્જુન કપૂર અભિનીત ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડનું ટ્રેલર રિલીઝ પહેલા જ સુપરહિટ થયું છે. 10 એપ્રિલે રિલીઝ થયેલ આ ટ્રેલરને 24 કલાકમાં 80 લાખ જેટલા લોકો જોઇ ચૂક્યા છે. ફિલ્મ હાફ ગર્લ ફ્રેન્ડનું ટ્રેલર સોશિયલ મીડિયા પર પણ ખૂબ છવાયું છે. ટ્વિટર પણ પર #HalfGirlfriendTrailer ટોપ ટ્રેન્ડ થઇ રહ્યું છે.

11 એપ્રિલની સવાર સુધી આ હેશટેગ સાથે લોકોએ 16 હજાર કરતાં પણ વધુ વખત ટ્વિટ થયું છે. ફેસબુક પર પણ ફિલ્મને લઇને 25 હજારથી વધુ વખત પોસ્ટ થયું છે.

#HalfGirlfriendTrailer: રિલીઝ પહેલા જ હિટ થઇ હાફ ગર્લફ્રેન્ડ

ચેતન ભગતના પુસ્તક હાફ ગર્લફ્રેન્ડ પર આધારિત આ ફિલ્મને માત્ર 6 કલાકમાં 20 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં શ્રધ્ધા કપૂર અને અર્જુન કપૂર છે. શ્રધ્ધા કપૂરે પણ આ ફિલ્મને લઇને ખુશી વ્યક્ત કરી છે. એમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ મારફતે ટ્રેલરને મળી રહેલા અદભૂત પ્રતિભાવ માટે બધાનો આભાર વ્યક્ત કર્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર