મોરબીઃત્રણ કરોડની ખંડણી માટે વેપારીનું અપહરણ કરી હત્યા

Apr 19, 2017 03:30 PM IST | Updated on: Apr 19, 2017 03:30 PM IST

મોરબીમાં અપહ્યત વેપારી ચંદ્રકાન્ત પટેલનો નદીમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.મૃતદેહને પીએમ માટે રાજકોટ ખસેડાયો છે.  મોરબીના જુના પીપળી ગામે રહેતા અને સિરામિક ટ્રેડીંગ વ્યવસાય સાથે જોડાયેલા ચંદ્રકાંત જેઠલોજા નામના વેપારી શનિવારે ગાયબ થયા બાદ ત્રણ કરોડની ઉઘરાણી મામલે તેનું અપહરણ થયાનો પિતાને ફોન આવ્યો હતો.

અપહરણ બાદ વેપારીની વેનટો કાર નં જીજે ૦૩ ઇસી ૦૫૦૭ પણ તેની જ ઓફીસ પાસેથી મળી આવી જે મામલે પણ પોલીસ ગૂંચવણમાં મુકાઈ છે. વધુમાં અપહરણ કરનારાઓએ વેપારીના જ મોબાઈલ નં ૭૦૪૬૧ 000૫૬ પરથી ફોન કરીને ત્રણ કરોડની ખંડણી માંગી હતી અને બાદમાં આ ફોન જ સ્વીચ ઓફ થઈ જતા પોલીસની ટીમ છેલ્લે મળેલા મોબાઈલ લોકેશન તેમજ ટેકનીકલ ટીમની સહયોગથી તપાસ ચલાવી રહી છે.

મોરબીઃત્રણ કરોડની ખંડણી માટે વેપારીનું અપહરણ કરી હત્યા

જે અપહરણ કેસમાં ત્રણ દિવસ બાદ અણધાર્યો વણાંક આવ્યો હતો અને  ગત અડધી રાત્રીના સમયે અપહૃત વેપારીની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. વેપારીના મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક વેપારીના માથામાં ઘા ઝીંકી તેની હત્યા નીપજાવી હોવાનું પ્રાથમીક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર