"વ્યાજબી ભાવના દુકાનદારોની વેદના સરકાર સાંભળતી નથી"

Jan 30, 2017 12:55 PM IST | Updated on: Jan 30, 2017 12:55 PM IST

મોરબીઃ સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારીઓનું મહાસંમેલન શનિવારે ટંકારા ખાતેના આશ્રમમાં યોજવામાં આવ્યું હતું. ટંકારા ખાતેના સંમેલનમાં વેપારી સંગઠનના અગ્રણી પ્રહલાદ મોદીએ રાજ્ય અને કેન્દ્ર સરકારની નીતિઓની ઝાટકણી કરીને જણાવ્યું હતું કે વ્યાજબી ભાવ દુકાનદારો સંઘર્ષમય જીવન જીવી રહ્યા છે પરંતુ સરકારના અધિકારીઓ કે પ્રતિનિધિઓ તેની વેદના સાંભળતા નથી.

કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે સરકાર દેશને કેરોસીન મુક્ત કરવાનું અભિયાન ચલાવે છે અને ગરીબોને ગેસ સીલીન્ડર આપે છે પરંતુ તે ૬૫ રૂ.કિલોના ભાવે ગેસ મળે છે જયારે અન્ય નાગરિકોને ૫૦ રૂ. કિલોના ભાવથી ગેસ સીલીન્ડર મળે છે. ત્યારે સરકારની ગરીબોની નીતિ પણ હાસ્યાસ્પદ હોવાનું જણાવીને આગામી પાંચ માર્ચે જુનાગઢમાં સૌરાષ્ટ્ર કચ્છના વેપારીઓની મીટીંગ મળશે.

અને ટૂંક સમયમાં જ ગાંધીનગર અથવા અમદાવાદ ખાતે ગુજરાતભરના વેપારીઓ એકત્ર થઈને સરકારમાં અસરકારક રજૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદીના જ ભાઈએ સરકારની નીતિઓની ટીકા કરી હતી જે ગંભીર બાબત કહી સકાય.નોધનીય છે કે, પીએમ મોદીના ભાઇ પ્રહલાદભાઈ મોદી સસ્તા અનાજ વેપારી સંગઠનના અગ્રણી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર