મોદીની ગુજરાત મુલાકાત, એરપોર્ટથી લઇ દરેક જગ્યા પર રહેશે લોખંડી બંદોબસ્ત

Mar 06, 2017 07:37 PM IST | Updated on: Mar 06, 2017 07:37 PM IST

અમદાવાદઃપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે છે ત્યારે તાજેતરમાં ગૃહ રાજ્ય મંત્રી પર જુતુ ફેંકાવાનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે શહેર પોલીસ મોદીની સુરક્ષામાં જરા પણ કચાસ નથી રાખવા માંગતા પીએમ ની સુરક્ષા માટે શહેર પોલીસ સજ્જ થઇ ગઈ છે. અમદાવાદ એરપોર્ટ પર પ્રધાન મંત્રીના આગમન દરમ્યાન અને રૂટ પર ડ્રોન અને સીસીટીવી પોલીસ વાન દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે.

lokndi

મોદીની ગુજરાત મુલાકાત, એરપોર્ટથી લઇ દરેક જગ્યા પર રહેશે લોખંડી બંદોબસ્ત

કોઈ અનિચ્છનીય બનવા અને વિરોધીઓ વડાપ્રધાનનો વિરોધ ન કરી શકે તે માટે શહેર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સજ્જ થઇ ગઈ છે.સુત્રો ની વાત માનીએ તો અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ,ગોપાલ પટેલ , કોંગ્રેસ અને આશ વર્કરો સહીત અસામાજિક તત્વો પર પોલીસની ખાનગી વોચ ગોઠવી દીવાઇ છે.

કેટલો પોલીસ બંદોબસ્ત 

01 જેસીપી,02 ડીસીપી ,06 એસીપી

11 પોલીસ ઇન્સ્પેકટર ,27 પીએસઆઈ

500 પોલીસ કોન્સ્ટેબલ

અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પ્રધાન મંત્રી ના નીકળવા ના રૂટ પર નાકાબંધી કરશે

મોટી સંખ્યા માં પોલીસ તહેનાદ કરાશે

અસામાજિક તત્વો પોલીસ ની રડારમાં

ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટિમો ને ટાસ્ક આપ્યા

સુરક્ષા ને લઈને ક્રાઇમ બ્રાન્ચ ને ટાસ્ક આપ્યા

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર