પીએમ મોદી આવતીકાલે આવશે ગુજરાત,વાઇબ્રન્ટ સમિટનું કરશે ઉદઘાટન

Jan 08, 2017 03:29 PM IST | Updated on: Jan 08, 2017 03:29 PM IST

અમદાવાદઃ આગામી 9 અને 10 મી જાન્યુઆરીના રોજ પીએમ મોદી ગુજરાતના મહેમાન બનશે. પોતાના હોમ સ્ટેટમાં વાઇબ્રન્ટ સમિટને લઇને પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે. જે માટે ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને ગાંધીનગરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.

પીએમ મોદી આવતીકાલે આવશે ગુજરાત,વાઇબ્રન્ટ સમિટનું કરશે ઉદઘાટન

પીએમ મોદી વાઇબ્રન્ટ સમિટને લઇને ગુજરાતમાં રોકાણ કરનાર છે ત્યારે તેમના હસ્તે મહત્વના ખાતમહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલીવાર દેશમાં 9 નોબલ લોરિએટ્સ પણ હાજર રહેશે અને વિજ્ઞાન ક્ષેત્રે પીએમની હાજરીમાં મહત્વની ચર્ચા થશે.

પીએમ મોદી 9 મી જાન્યુઆરીએ સાયન્સ સીટી ખાતે જ નાયબ મુખ્યપ્રધાન આયોજિત ડિનરમાં ભાગ લશે. જેમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી સહિત દેશના ટોચના વૈજ્ઞાનિકો પણ હાજર રહેશે. આ પ્રકારની પ્રથમ ઇવેન્ટનું આયોજન દેશમાં થયું છે જે લોકો માટે એક ખાસ સંભારણું બની રહેશે.

શું રહેશે પીએમ મોદીનો કાર્યક્રમ 

બપોરે 4.30 કલાકે પીએમ મોદી ગાંધીનગર રેલ્વે સ્ટેશનના નવીનીકરણનું કરશે ખાતમૂહ્રત

રુ. 300 કરોડના ખર્ચે ગાંધીનગર રેલ્વે સ્ટેશનનું થશે નવીનીકરણ

300 રુમ ધરાવતી અદ્યતન ફાઇવ સ્ટાર હોટેલ બનશે

ગાંધીનગરની સૌથી ઊંચી બિલ્ડીંગ હશે આ હોટેલ

સાંજે 5 કલાકે પીએમ મોદી હેલિપેડ ખાતે ગ્લોબલ ટ્રેડશોનું કરશે ઉદ્ધાટન

1.50 લાખ ચો.મી. વિસ્તારમાં ફેલાયેલો છે ટ્રેડશો

14 થીમ આધારિત 1500 થી વધુ સ્ટોલ્સનું નિર્માણ કરાયું

વિવિધ સેક્ટર આધારિત કંપનીઓ દ્રારા સ્ટોલ્સ બનાવાયા

સાંજે 6 કલાકે આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ સેન્ટરનું ઉદ્ધાટન કરશે પીએમ

ગિફ્ટ સીટી ખાતે બન્યું છે પહેલું આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ સેન્ટર

આ સેન્ટરમાં લાખોની સંખ્યામાં લોકોને રોજગારી મળશે

દુબઇ અને સિંગાપુરની જેમ આકાર પામશે આંતરરાષ્ટ્રીય સેન્ટર

સાંજે 7 કલાકે સાયન્સ સીટી ખાતે યોજાશે નોબલ સેમિનાર

પીએમ મોદી કરશે નોબલ સેમિનારનું ઉદ્ધાટન

9 નોબલ પારિતોષક વિજેતાઓ લેશે ભાગ

એક મહિના સુધી ચાલશે એક્ઝિબિશન

ગીફ્ટ સીટી ખાતે બેલ વાગડી ગ્લોબલ ઇન્ડિયાનો કરાવશે પ્રારંભ

ગાંધીનગરઃ આવતીકાલે ગાંધીનગરના ગીફ્ટ સિટી ખાતે નરેન્દ્ર મોદી દ્વારા બેલ વગાડીને ગ્લોબલ ઇન્ડિયા ઇન્‌ટરનેશનલ એક્સચેન્જ નો પ્રારંભ કરાવાશે. અને સિગ્નેચર ટાવર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રવચન પણ આપશે. આ એક્ચેન્જ એ ભારત ખાતેનુ વિશ્વનું સૌથી મોટુ આઇએફએસસી બનશે. આ એક્સચેન્જ થકી અંદાજે 4 હજાર જેટલા લોકોને રોજગારી મળશે. અત્યાધુનિક સાધનો થી સજ્જ આ એક્સચેન્જ 4.5 મિલીયન સ્કવેર ફુટની ઓફિસ સ્પેસ અને અંદાજે 16 જેટલા માળ ધરાવેછે.

પીએમ મોદી 50 થી વધુ સીઇઓ સાથે ડિનર કરશે

પીએમ મોદી આગામી 10 મી જાન્યુઆરીએ વાઇબ્રન્ટ સમિટનું બપોરે 3.30 કલાકે ઉદ્ધાટન કરશે ત્યારબાદ સાંજે મહાત્મા મંદિરના ટેરેસ પર વિશેષ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગ્બોબલ સીઇઓ હાજર રહેશે. પીએમ મોદી ગ્લોબલ સીઇઓ કોન્કલેવ બાદ 50 થી વધુ સીઇઓ સાથે ડિનર કરશે. જેમાં દેશ વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ હાજર રહેશે. પીએમ મોદી આયોજિત આ ડિનરમાં રાજ્યના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સહિતના મહાનુભવો હાજર રહેશે.કયા મુખ્ય ઉદ્યોગપતિઓ રહેશે હાજરસુઝુકી ગ્રુપના તોશિહિરો સુઝુકી

બેનેટે ગ્રુપના કાર્લ બેનેટ

હિટાચીના યાસુઓ તનાબે

વોડાફોનના વિટોરિયો કોલાઓ

એમર્સનના ડેવિડ એન ફર

ભારતના કયા ઉદ્યોગપતિઓ રહેશે હાજર

મુકેશ અંબાણી

અનિલ અંબાણી

અદિ ગોદરેજ

સંજય લાલભાઇ

કુમાર મંગલમ બિરલા

દિલિપ સંઘવી

ફાઇલ તસવીર

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર