પીએમ મોદીના વિરોધમાં હુર્રિયતએ આપ્યુ કશ્મીર બંધનું એલાન

Apr 01, 2017 02:12 PM IST | Updated on: Apr 01, 2017 02:12 PM IST

અલગાવવાદી સંગઠન હુર્રિયતએ પીએમ નરેન્દ્ર મોદીના જમ્મુ-કશ્મીર પ્રવાસના વિરોધમાં 2 એપ્રિલે બંધનું એલાન આપ્યું છે.પીએમ મોદી રવિવારે જમ્મુ શ્રીનગર નેશનલ હાઇવે પર એશિયાની સૌથી લોબી સુરંગનું ઉદઘાટન કરવા જવાના છે. રાષ્ટ્રીય રાજમાર્ગ નં.44 પર સ્થિત ચિનાની-નશરી ટર્નલની લંબાઇ 9.28 કિલોમીટર છે.

આ ટર્નલના શરૂ થતા જમ્મુ અને શ્રીનગરના વચ્ચેનું અંતર 30 કિલોમીટર સુધી ઓછુ થઇ જશે જેથી યાત્રાનો સમય પણ 2 કલાક ઓછો થઇ જશે.

પીએમ મોદીના વિરોધમાં હુર્રિયતએ આપ્યુ કશ્મીર બંધનું એલાન

કુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાની, મીરવાઇજ ઉમર ફારુક અને યાસિન મલિકે કહ્યુ કે ભારત સરકાર માર્ગો અને ઇમારતોની લાંચ આપી લોગોના મન નહી બદલી શકે તેમનો આરોપ છે કે પીએમ મોદી રાજ્યના પ્રવાસ એવા સમયે કરી રહ્યા છે જ્યારે રોજ માસુમોના જીવ લેવાય છે. આ વચ્ચે અલગાવવાદીઓના વિરોધને ધ્યાને રાખી જમ્મુ-કશ્મીરના ઘણા વિસ્તારોમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળો ઉતારી દેવાયા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર