PM નરેન્દ્ર મોદી 22 અને 23 મેના ગુજરાત પ્રવાસે

May 18, 2017 09:24 AM IST | Updated on: May 18, 2017 12:22 PM IST

PM નરેન્દ્ર મોદી આગામી 22 અને 23 મી ના રોજ ગુજરાત ના પ્રવાસે છે ત્યારે PM સૌ પ્રથમ ભચાઉ માં નર્મદા ના કાર્યક્રમ માં હાજરી આપ્યા બાદ કંડલા પોર્ટ જશે અને ત્યાર બાદ 23 મી સવારે આફ્રિકન ડેવલોપમેન્ટ બેંક ની વાર્ષિક સામાન્ય સભા મા હાજરી આપશે. બીજેપી પ્રવક્તા આઈ.કે.જાડેજા pm ના કાર્યક્રમ ની આપી માહિતી આપી હતી.

modi gujrat

PM નરેન્દ્ર મોદી  22 અને 23 મેના ગુજરાત પ્રવાસે

PM મોદી 22 મે એ બપોરે દિલ્હીથી સીધા ભૂજ હવાઇ મથક પર આવશે. ત્યાથી ભચાઉ ખાતે પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ધાટન કરશે. ત્યાથી કંડલા પોર્ટ ટ્રસ્ટના કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાર બાદ PM અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાં ભાજપના કાર્યકરો તેમનું સ્વાગત કરશે. જ્યાર બાદ PM ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રિ રોકાણ કર્યા બાદ બીજા દિવસે સવારે 23 મે ના રોજ મહાત્મા મંદિર ખાતે યોજનારા આફ્રિકન ડેવલપમેન્ટ બેંકની વાર્ષિક મિટિંગમાં હાજર રહેશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ PM દિલ્હી રવાના થશે.

વડાપ્રધાન મોદી આવશે કચ્છ મુલાકાતે

22મીએ આવશે કચ્છ

ભચાઉ- કંડલા અને ભૂજની મુલાકાત લેશે

કંડલામાં કેપીટીના વિન્ડ પાવર પ્રોજેકટનું કરશે લોકાપર્ણ

પોર્ટ પર બે જેટીનું ખાતુમુહર્ત કરશે

આંબેડકર ભવનનું કરશે ખાતુમુહુર્ત

ત્રણ વિવિધ એવોર્ડ કરશે એનાયત

આઈઓસી અને કેપીટી વચ્ચે થશે MOU

કંડલાથી ગોરખપુરની પાઈપલાઈનનું MOU થશે

ભચાઉમાં નર્મદા કેનાલના પમ્પીંગ સ્ટેશનનું કરશે લોકાપર્ણ

ભચાઉમાં પીએમ બન્યા પછી પ્રથમ વખત કચ્છમાં જાહેરસભા સંબોધશે

કચ્છ માટે છે મોદીને અલગ જ લગાવ

કચ્છના વિકાસના મહારથી છે મોદી

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર