સંસદમાં આજે રજુ થઇ શકે છે જીએસટી સાથે જોડાયેલા ચાર વિધેયક

Mar 27, 2017 09:20 AM IST | Updated on: Mar 27, 2017 12:25 PM IST

નવી દિલ્હી #વસ્તુ અને સેવા કર (જીએસટી)ને લઇને મોદી સરકારનું વલણ ઘણું ગંભીર જણાઇ રહ્યું છે. નાણા મંત્રી અરૂણ જેટલી પહેલેથી જ આ મામલે સ્પષ્ટ કરી ચૂકી છે કે આગામી 1લી જુલાઇથી સમગ્ર દેશમાં જીએસટી લાગુ કરવામાં આવશે. જીએસટી મામલે જોડાયેલા ચાર વિધેયક આજે સંસદમાં રજુ થવાની શક્યતા છે અને આ મામલે 28મી માર્ચે આ મામલે ચર્ચા થઇ શકે છે.

કેન્દ્રિય વસ્તુ સેવા કર વિધેયક 2017, એકીકૃત વસ્તુ અને સેવાકર વિધેયક 2017, સંઘ શાસિત પ્રદેશ વસ્તુ અને સેવાકર વિધેયક 2017 અને વસ્તુ અને સેવાકર (રાજ્યોને વળતર) વિધેયક 2017 સોમવારે લોકસભામાં રજુ કરવામાં આવે એમ છે. આ વિધેયકોને નાણા બિલની જેમ રજુ કરવામાં આવી શકે એમ છે.

અહીં નોંધનિય છે કે, આ ચાર વિધેયકો ઉપરાંત વિભિન્ન સેવાકરને સમાપ્ત કર્યા બાદ ઉત્પાદ અને સીમા શુલ્ક કાનૂનમાં સંશોધનો અને નવી જીએસટી વ્યવસ્થા અંતગર્ત નિર્યાત અને આયાત બિલ મામલે સંશોધન પણ આ સપ્તાહમાં રજુ કરવામાં આવી શકે એમ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર