મોડાસા એપીએમસીમાં ઘઉંના ટેકાના ભાવે નહિ વેચાતા ખેડૂતો નારાજ

May 06, 2017 11:22 AM IST | Updated on: May 06, 2017 11:22 AM IST

સરકાર ધ્વારા ખેડૂતો માટે ચાલુ વર્ષે ધઉંનો ટેકનો ભાવ ૩૨૫ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે તેમ છતાં ટેકાના ભાવે કોઈ ખરીદી નથતા અરવલ્લી જીલ્લા ના મોડાસામાં ૨૯૦ રૂપિયામાં વેપારી ઓં ધ્વારા ઘઉં ની ખરીદી શરુ કરાઈ છે જેથી  ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. પોતે લુટાઈ રહ્યા હોવાનું કહી રહ્યા છે.

અરવલ્લી જીલ્લાના મોડાસા એપીએમસી માં આજકાલ મોટા પાયે ખેડૂતો ઘઉં વેચવા માટે આવી રહ્યા છે.ઘઉંનો પાક જીલ્લા માં વધુ હોવાથી સરકાર ધ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે અને અધિકારી ઓની નિમણુક પણ કરવામાં આવી છે તેમ છતાં અધિકારી ઓં ધ્વારા ટેકાના ભાવે ઘઉં ખરીદવામાં આવી નથી રહ્યા.

મોડાસા એપીએમસીમાં ઘઉંના ટેકાના ભાવે નહિ વેચાતા ખેડૂતો નારાજ

જેથી ખેડૂતોએ પોતાનો મહામુલો ઘઉંનો પાક ૩૨૫ ની જગ્યા એ ૨૯૦ થી ૩૦૫ રૂપિયા ના ભાવે વેપારીઓને વેચવો પડી રહ્યો છે. જેથી ખેડૂતો ને મોટો ફટકો પડી રહ્યો છે . એટલા માટે સત્વરે સરકારના ધ્વારા ખેડૂતોનો પાક ટેકના ભાવે જ ખરીદવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સરકાર ધ્વારા ખેડૂતો ના ઘઉં ટેકના ભાવે ખરીદવા માટે મોડાસા એપીએમસી માં અધિકારી ઓની નિમણુક કરી છે તેમ છતાં અધિકારી ઘઉં ની ખરીદી નથી કરી રહ્યા અને ખેડૂતો લુટાઈ રહ્યા હોવાનું કહી રહ્યા છે આ મામલે એપીએમસી ના જવાબદાર અધિકારી ને પૂછતા જણાવ્યું કે સરકારના પ્રતિનિધિ ઓં ટેકના ભાવે ઘઉં ની ખરીદી કરવા માટે આવી રહ્યા છે અને કાયમ માટે હાજર રહે છે પરંતુ ખેડૂતો પાસે પૂરતા પુરાવા ન હોવાથી ટેકાના ભાવે ઘઉં ની ખરીદી નથી કરાઈ રહી તેમ છતાં એપીએમસી ખેડૂતો ના ફાયદા માટે તત્પર છે અને ખરીદી કરશે .

પ્રતિકાત્મક તસવીર

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર