આંકલાવના MLA અમિત ચાવડાને કુખ્યાત ગેંગ સ્ટર રવિ પૂજારીની ધમકી

Jan 16, 2017 02:55 PM IST | Updated on: Jan 16, 2017 03:21 PM IST

આણંદઃઆંકલાવના ધારાસભ્યને કુખ્યાત ગેગસ્ટર રવિ પૂજારીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ખળભળાટ મચ્યો છે.રાજકીય નિવેદનો તેમજ બોરસદ ફાયરિંગ પ્રક્રરણથી દૂર રહેવા ધમકી આપી છે. ધારાસભ્યએ બોરસદ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ઝીરો એફઆઈઆરથી ફરિયાદ નોંધી ગાંધીનગર સેક્ટર સાત પોલીસ મથકમાં એફઆરઆઇ ટ્રાન્સફર કરી છે.

કુખ્યાત ગેંગ સ્ટર રવિ પૂજારીની આણંદના વધુ એક મોટી હસ્તીને જાનથી મારી નાખવાની ધમકી અપાઇ છે.આંકલાવ વિધાન સભામાંથી કોંગ્રેસના મેન્ડેડ પરથી ચૂંટાયેલ અને પ્રદેશ પ્રમુખ ભરતભાઈ સોલંકીના ભાઈ અમિત ચાવડાને તેમના મોબાઈલ પર ધમકી આપવામાં આવી છે.

ઉતરાયણના દિવસે ધારાસભ્ય અમિતભાઇ ચાવડા ગાંધીનગર સ્થિત સેક્ટર સાતમાં રહેતા પોતાના સબંધીને ત્યાં કોઈ કારણસર ગયા હતા તે દરમિયાન તેમના મોબાઈલ નંમ્બર 9800000087 પર ઓસ્ટ્રેલીયાથી મોબાઈલ નમ્બર 40500000025 તેમજ 9700000085 ઉપરથી રવિ પુજારા નામના કુખ્યાત ગેંગસ્ટર ના નામથી ધમકી મળી હતી. જેમાં જણાવવા માં આવ્યું હતું કે જો કોઈ રાજકીય નિવેદનો આપીશ કે પછી બોરસદ ફાયરીગ પ્રકરણ માં ભાગ ભજવ્યો તો જાન થી મારી નાખવામાં આવશે.

ધમકીના પગલે ધારાસભ્ય એ બોરસદ પોલીસ માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો ગાંધીનગર બનતો હોય ઝીરો નમ્બર થી એફઆરઆઇ નોંધી ગાંધીનગર સેક્ટર સાત માં ફરિયાદ ટ્રાંસફર કરી છે જેથી સેક્ટર સાત પોલીસ મથક સમગ્ર મામલે તપાસ હાથ ધરાશે.

ઈટીવીના સંવાદદાતાને રવિ પૂજારીના નામથી આવ્યો ફોન

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના નામથી આવ્યો ફોન

આણંદના કાઉન્સિલર પરના હુમલાના પ્રયાસ અંગે કરી વાત

કાઉન્સિલર પરનો હુમલો પોતે કરાવ્યાનો રવિ પૂજારીનો દાવો

પોતાના માણસો દરેક શહેરમાં હોવાનો રવિ પૂજારીએ દાવો કર્યો

આણંદના કાઉન્સિલરની હત્યાના ષડ્યંત્ર પાછળ રવિ પૂજારી ?

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર