આજમખાનની જીભ ફરી લપસી, કહ્યું- અસલી રાવણ તો દિલ્હીમાં રહે છે

Feb 06, 2017 11:24 AM IST | Updated on: Feb 06, 2017 11:24 AM IST

નવી દિલ્હી #સમાજવાદી પાર્ટીના નેતા અને ઉત્તરપ્રદેશના કેબિનેટ મંત્રી આજમખાને ફરી એકવાર વિવાદીત નિવેદન કર્યું છે. ફરી એકવાર એમની જીભ લપસી છે. આજમખાને ઇશારો ઇશારોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન તાકતાં કહ્યું કે, દિલ્હીમાં બેઠેલ એક શખ્સ રાવણ દહન માટે લખનૌ જાય છે. પરંતુ એ ભૂલી જાય છે કે અસલી રાવણ તો દિલ્હીમાં જ રહે છે.

આજમખાને મોદીનું નામ લીધા વગર કહ્યું કે, 131 કરોડ ભારતીયો પર શાસન કરી રહેલા રાજા રાવણનું પૂતળા દહન કરવા માટે લખનૌ ગયા, પરંતુ તેઓ ભૂલી ગયા કે સૌથી મોટા રાવણ લખનૌમાં નહીં પરંતુ દિલ્હીમાં રહે છે.

આજમખાનની જીભ ફરી લપસી, કહ્યું- અસલી રાવણ તો દિલ્હીમાં રહે છે

રામપુરમાં એક ચૂંટણી ચેલીમાં સંબોધન કરતાં ખાને મોદીને આડે હાથ લીધા અને આરોપ લગાવ્યો કે તેઓ અમીરોના હિતો માટે કામ કરી રહ્યા છે. એમણે વિકાસ કાર્યોને ચાલુ રાખવા માટે પોતાની પાર્ટીને મત આપવા માટે પણ અપીલ કરી.

આજમખાનના આ વિવાદીત નિવેદન સામે ભાજપે વળતો પ્રહાર કરતાં કહ્યું કે, આજમના નિવેદનથી સ્પષ્ટ છલકી રહ્યું છે કે, સમાજવાદી પાર્ટી યૂપીમાં ચૂંટણી પહેલા જ હાર માની ચૂકી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર