દાહોદઃસૌથી પહેલા અહી પ્રગટે છે મેવાસી હોળી,પાવાગઢ સાથેનો ઇતિહાસ શું છે જાણો

Mar 12, 2017 07:49 AM IST | Updated on: Mar 12, 2017 07:49 AM IST

દાહોદઃદાહોદ જીલ્લાના અંતેલા ખાતે પારંપરિક મેવાસી હોળી ની ઉજવણી જેમા સૌ પ્રથમ તેરસના દિવસે પાવાગઢ મા હોળી પ્રગટાવ્યા પછી અહી હોળી પ્રગટાવવામા આવે છે. પ્રાચીન સમય થી ચાલી રહેલ આ પરંપરા આજે પણ યથાવત છે.

pavagadh holi parampara1

દાહોદઃસૌથી પહેલા અહી પ્રગટે છે મેવાસી હોળી,પાવાગઢ સાથેનો ઇતિહાસ શું છે જાણો

હોળી ધુળેટીના પર્વની ઉજવણી દરેક જગયાએ પોતાના અલગ રીત રિવાજ મુજબ કરવામા આવે છે. ત્યારે હોળી-ધુળેટીના પર્વનુ દાહોદ જીલ્લામા દિવાળી કરતા પણ વધારે મહત્તવ છે. અહિના આદિવાસી સમાજમા આ તહેવારને લઈને અનેરો ઉત્સાહ જોવા મળે છે.

સમગ્ર રાજ્ય સહિત ભારતભરમા જ્યારે હોળી એક જ દિવસે પ્રગટાવાતી હોય છે ત્યારે દાહોદ જીલ્લાના દેવગઢ બારીયા તાલુકાના અંતેલા ગામે બે દિવસ પહેલા એટલે કે તેરસના દિવસે જ હોળી પ્રગટાવવામા આવે છે. જે આ વિસ્તારમા જાણીતુ છે અને આ હોળી મા આજુબાજુના વિસ્તારમાથી મોટી સંખ્યામા લોકો ઉમટે છે.

આની પાછળનુ કારણ એવુ જાણવા મળે છે અહિના પુર્વજો મુળ પાવાગઢ ના રહેવાસી હતા એટલે તેમને મેવાસી કહેવામા આવતા અને તેમણે અહિ વસવાટ શરૂ કર્યો એ સમય મા પાવાગઢ થી હોળી લઈને અંતેલા ગામ મા આવી સૌ પ્રથમ હોળી પ્રગટાવી હતી ત્યાર થી જ આ પરંપરા ચાલી આવી છે અને અહિ તેરસ ના દિવસે હોળી પ્રગટાવવા મા આવે છે. જેને મેવાસી હોળી પણ કહેવામા આવે છે પ્રાચીન સમય થી ચાલી આવેલ  આ પ્રથા આજે પણ અકબંધ છે.

 

સુચવેલા સમાચાર