સુરતઃમહિલાની છેડતી કરતા રોમિયો વેપારીને રાહદારીઓએ ઝુડી નાખ્યો

Feb 25, 2017 02:00 PM IST | Updated on: Feb 25, 2017 02:00 PM IST

સુરતઃસુરતમાં આજે એક મહિલાની છેડતી કરનારા વેપારીને રાહદારીઓએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. જો કે વેપારીએ પોતાની ભુલ સ્વીકારી માફી માગી લીધી હતી. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ પહોચી અને મામલો થાળે પાડ્યો હતો.

મળતી વિગતો મુજબ શહેરના વરાછા વિસ્તારમાંથી એક મહિલા રિક્ષામાં મુસાફરી કરી રહી હતી. આ દરમિયાન થોડી દૂર બોમ્બે માર્કેટથી એક કાપડનો વેપારી બેગ લઈને રિક્ષામાં બેઠો હતો. બેગ આડેથી હાથ દ્વારા મહિલાની છેડતી કરવા લાગ્યો હતો. જેથી મહિલાએ તેના પતિને ફોન પર જાણ કરી દીધી હતી. જેથી મહિલાનો પતિ રિક્ષાના લોકેશન પર બાઈક લઈને પહોંચી ગયો હતો. અને ભટાર નજીક રિક્ષાને આંતરી લીધી હતી.મહિલાના પતિએ રિક્ષામાંથી કાપડના વેપારીને નીચે ઉતારીને અન્ય લોકો સાથે મળીને મેથીપાક ચખાડ્યો હતો.

સુરતઃમહિલાની છેડતી કરતા રોમિયો વેપારીને રાહદારીઓએ ઝુડી નાખ્યો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર