12 દેશોના 4 હજાર સ્પર્ધકો વચ્ચે બતાવ્યું પાણી,મહેસાણાનો યુવક આવ્યો બીજા નંબરે

May 18, 2017 08:52 AM IST | Updated on: May 18, 2017 08:52 AM IST

મહેસાણાનો યુવક આંતરરાષ્ટ્રીય ફ્લાઈન્ગ સ્પર્ધામાં દિલ્લી ખાતે બીજો ક્રમ પ્રાપ્ત કરી દેશ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે ત્યારે અનેક અસફળતા બાદ આજે પોતે બનાવેલા એરોપ્લેન ઉડાવી જીવનમાં કંઇક નવું કરવાની ઉમ્મીદ સાથે મથામણ કરતો હિતેશ તેની ટેકનીકી બુદ્ધિથી આજે લોકપ્રિય બન્યો છે.

મન હોય તો માંડવે પહોચ્ય અને મહેનતનો સફળતાની નિશાની હોય છે. કંઇક આવી જ ગાથા મહેસાણાના હિતેશ પટેલ નામના યુવકના જીવન પથ પર વર્તાઈ છે. ધોરણ ૧૨ની પરિક્ષા પછી સામાન્ય રીતે વિદ્યાર્થીઓ માનસિક રીતે સ્વસ્થ થવા વેકેશનને વિવિધ રીતે માણે છે ત્યારે હિતેણે પોતાના આ વેકેશનમાં ઉંચી ઉડાન ભરવાનું નક્કી કરતા આજે અનેક સફળતાના શિખરો હવામાં પ્લેન ઉડાડી હાસલ કર્યા છે અને તાજેતરમાં દિલ્લી ખાતે યોજાયેલ એક અંતરરાષ્ટ્રીય કોમ્પીટીશનમાં જુદા જુદા ૧૨ દેશના ૪ હજાર લોકો વચ્ચે ભારત માટે ભાગ લઇ બીજા ક્રમે આવી દેશ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

12 દેશોના 4 હજાર સ્પર્ધકો વચ્ચે બતાવ્યું પાણી,મહેસાણાનો યુવક આવ્યો બીજા નંબરે

meh kyati yuvan1

જોકે આ સફળતા માટે કહી શકાય કે હિતેને અસફળતાને જ સફળતાની ચાવી બનાવી આજે એક પ્લેટફોર્મ મેળવ્યુ છે .પોતાના વિદ્યાર્થી કાળમાં જ પિતાની આર્થિક મદદ અને મોટાભાઈના લાગણી ભર્યા સૂચનો થી પ્લેન બનાવવાનું શરુ કરેલ જોકે પ્લેન ઉડાડવું એ કઈ આસન વાત નથી હોતું ત્યારે હિતેને બનાવેલા શરુઆત ના ૫ થી ૬ પ્લેનની ઉડતાની સાથે દુરદશા થઇ જતી છતાં હિમ્મત અને શોખને કાયમ રાખી પ્રયત્ન કરતા બે વર્ષે હિતેનનું પ્લેન હવામાં ઉડાન ભર્યું હતું ત્યાર બાદ વિમાન અને હવાની દુનિયામાં પાગલ બનેલા આ નવયુવકે પોતાની કોલેજ સહીત નેશનલ અને ઈન્ટરનેશનલ જગ્યા એ યોજાતી હરીફાઈમાં દરેક વખતે પોતાનું નવું મોડલ પ્લેન અને ડ્રોન બનાવી ભાગ લઈ પ્રથમ કે તૃત્ય ક્રમાંક હાસલ કરી પોતાના માતા પિતાને ગૌરવ અપાવ્યું હતું.

ત્યારે હિતેન પોતે સિવિલ એન્જીન્યરનો અભ્યાસ કરતો હોવા છતાં આજે આઈટી મીકેનીકલ અને ઇલેક્ટ્રિક ક્ષેત્રે સારું નોલેજ ધરાવે છે. જોકે તેના સિવિલ એન્જીન્યરના અભ્યાસને તેના શોખ સાથે સરખાવતા ન્હાવા નીચોવાના પણ સબંધો નથી અડતા છતાં તે કૈક નવું કરવાની ઉમંગ લઇ તેના પ્લેનને ઓરીજનલ પ્લેન ની જેમ પ્લેન ને હવામાં વણાંક આપવા એલીવેટર,ઉપર મોકલવા નીચે ઉતારવા એલડ્રોન અને નિયંત્રિત કરવા રડાર સહિતના પાર્ટ્સ લગાડી ઇલેક્ટ્રિક એનર્જી આધારિત આ પ્રોજેક્ટ બનાવ્યો છે. હિતેન જયારે પોતાનું એક નવું ડ્રોન કે પ્લેન બનાવી ફ્લાઈંગ કરવા ગ્રાઉન્ડ પર જાય છે ત્યારે ત્યાં હાજર ટેણીયા ટોળીને તો ઘરે બેઠા હવાઈ શો ના અનુભવની મજા પડી જાય છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર