આંતરિક જુથવાદમાં કોંગ્રેસ મહેસાણા પાલિકા ગુમાવે તેવી સ્થિતી!,સભામાંથી સાશકપક્ષના સભ્યોનું વોક આઉટ

Apr 27, 2017 03:08 PM IST | Updated on: Apr 27, 2017 03:11 PM IST

મહેસાણા : મહેસાણા પાલિકા છેલ્લા એક વર્ષથી વિવાદમાં આવતા શહેરનો વિકાસ માળીયે મુકાઇ ગયો છે ત્યારે આજે પણ પાલિકામાં મળેલી સામાન્ય સભામાં પણ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તને લઈ વિવાદ ફરી વળતા સભા સ્થગિત કરવામાં આવી હતી.પાલિકાના શાશક પક્ષ માટે આંતરિક વિખવાદ જોવા મળી રહ્યો છે. ત્યારે મોવડી મંડળ પણ આ ગુંચ ઉકેલવામાં અસમર્થ રહ્યું છે. તો આગામી સમયમાં કોંગ્રેસે પાલિકા ગુમાવવી પડે તો નવાઇ નહી.

meh palika1

આંતરિક જુથવાદમાં કોંગ્રેસ મહેસાણા પાલિકા ગુમાવે તેવી સ્થિતી!,સભામાંથી સાશકપક્ષના સભ્યોનું વોક આઉટ

મહેસાણા નગર પાલિકામાં દર ત્રણ માસે વિકાસના કામોની ચર્ચા માટે મળતી સામાન્ય સભા પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે ખાસ બની જતા વિવાદ સર્જાયો હતો. જયારે તે મુદ્દાઓ પર ચર્ચા કરવાનો પ્રમુખ નીમીશાબેન પટેલ દ્વારા ઇનકાર કરાતા નગર સેવકોએ પ્રમુખ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરી શહેરના વિકાસને રૂંધી નાખ્યો હોવાના સભામાં આક્ષેપો કર્યા હતા. તો પાલિકા પ્રમુખ શાશક પક્ષનું ન સાંભળતા હોઈ સભા ખંડ છોડી વોક આઉટ કરવામાં આવ્યું હતું.

nimisha patel meh palika

એક બાજુ શાશક પક્ષ જે મહીલા પ્રમુખ નીમીશાબેન પટેલ પર માછલા ધોઈ રહ્યું છે ત્યાં પ્રમુખ પણ પોતાના આ નગર સેવકોને વિકાસમાં નહિ વિવાદમાં રસ હોવાનું જણાવતા કોઈના ઈશારા પર તેમનો વિરોધ કરાતો હોવાનું જણાવાતા તેમના પર કરાયેલા ભ્રષ્ટાચારના આક્ષેપ ખોટા હોવાનું અને કોઈ ટેન્ડર પ્રક્રિયા ન થઇ હોવાનું જણાવ્યું હતું .

સમિતિઓની રચના ન થતા શહેરનો વિકાસ રૂધાયો

પાલિકામાં સમિતિઓની રચના ન થતા શહેરમાં સફાઈ, પાણી, કચરો, લાઈટ, બાંધકામ વગેરે કામો અટવાઈ પડ્યા છે જે માટે તેમને નગર સેવકો સાથ નથી આપતા તો મોવડી મંડળ અવિશ્વાસની દરખાસ્ત મુકનારા લોકો સામે શિસ્તભંગના પગલા લે તેવા માની રહ્યા છે.

સુચવેલા સમાચાર