મહેસાણા આજે બંધ,ત્રણ જિલ્લાની પોલીસ ખડકાઇ

Jun 07, 2017 10:19 AM IST | Updated on: Jun 07, 2017 10:19 AM IST

પાટીદાર યુવકનું જેલમાં મોત થયા બાદ આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા મહેસાણા બંધનું એલાન અપાયું છે. બંધના પગલે ત્રણ જિલ્લાની પોલીસ મહેસાણામાં ખડકી દેવાઇ છે. પાસ દ્વારા બંધનું એલાન અપાયું છે.મૃતકના પરિવારજનોએ અગ્નીસંસ્કાર ન કરવાની ચિંમકી ઉચ્ચારી છે. મહેસાણાના પડઘા વિસનગરમાં પણ પડ્યા છે, વિસનગરમાં પણ એપીએમસી બંધ કરાઇ છે. એસપીજી દ્વારા પણ બંધને સમર્થન અપાયું છે. પોલીસે જવાબદારો વિરૂધ્ધ ફરિયાદ નહી લેતા બંધનું એલાન આપ્યું છે.

mehsana sivil

મહેસાણા આજે બંધ,ત્રણ જિલ્લાની પોલીસ ખડકાઇ

મામલો શું છે

મહેસાણાના બલોલ ગામમાં રહેતા કેતન પટેલની પોલીસે બે દિવસ પહેલા અટકાયત કરી હતી. તેની સામે હોટલના માલિકે તેના ગલ્લામાંથી રૂપિયા ચોરી કર્યાનો આક્ષેપ કરતી ફરિયાદ મહેસાણા પોલીસમાં નોંધવામાં આવી હતી. આ અંગે મહેસાણાની બી ડિવિઝન પોલીસે કેતન પટેલની અટકાયત કરવામાં આવી હતી. કેતન પટેલની અટકાયત કર્યા બાદ પોલીસે તેને માર માર્યો હતો. જેથી તેનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હોવાનું પરિવારે આક્ષેપ કર્યો છે,કેતનના મૃતદેહ પર માર માર્યાના નિશાન છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર