મેગા જોબ ફેર,સપ્તાહમાં 1.10લાખ બેરોજગારો કમાતા થયા,90 હજારથી 5 લાખ સુધીના પેકેજ મળ્યા

Feb 19, 2017 08:40 AM IST | Updated on: Feb 19, 2017 08:40 AM IST

અમદાવાદઃરાજયવ્યાપી મેગા જોબ ફેર પ્રોગામમાં એક સપ્તાહ દરમિયાન 1.09 લાખ લોકોને રોજગારી મળી છે.ચીફ સેક્રેટરી જે.એન.સિંગે જણાવ્યું હતું કે, મલ્ટી નેશનલ કંપનીઓ સહિતની વિવિધ ક્ષેત્રની કંપનીઓમાં બેરોજગારોને રોજગાર મળ્યો છે.રાજય સરકારની આ કામગીરીને જે.એન.સિંગે એક અભૂતપૂર્વ સિધ્ધી ગણાવી છે.

મેગા જોબ ફેરમાં 144 દિવ્યાંગોને પણ લાભ મળ્યો છે.5555 જેટલા લોકોને એપ્રેન્ટીસ તરીકે અર્ધ સરકારી અને ખાનગી કંપનીઓમાં ભરતી કરવામાં આવી છેજેમાં 384 મહિલા ઉમેદવાર છે.સરકારની સામે જુદાજુદા સંગઠનો રોજગારના મુદ્દે અનેક આંદોલન ચલાવી રહ્યા છે.ત્યારે ગુજરાત સરકારે મેગા જોબ ફેર કાર્યક્રમ થકી યુવા મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરી રહી છે.

મેગા જોબ ફેર,સપ્તાહમાં 1.10લાખ બેરોજગારો કમાતા થયા,90 હજારથી 5 લાખ સુધીના પેકેજ મળ્યા

એક સપ્તાહમાં 1,09,520 લોકોને રોજગારી મળી

88,503 યુવાનો અને 21,017 યુવતિઓને મળી નોકરી

56,742 ઉમેદવારોને મેન્યુફેકચરીંગ સેકટરમાં મળ્યું કામ

52,778 ઉમેદવારોને સર્વિસ સેકટરમાં મળી નોકરી

મલ્ટી નેશનલ અને નેશનલ કંપનીઓએ લીધો જોબ ફેરમાં ભાગ

બેરોજગારોને 90 હજારથી લઈને 5 લાખ સુધીના પેકેજ મળ્યા

ફાઇલ તસવીર

 

સુચવેલા સમાચાર