હાસ્ય લેખક તારક મહેતાને હાસ્યાંજલિ,રંગીન કપડામાં પહોચ્યા ચાહકો

Mar 05, 2017 11:23 AM IST | Updated on: Mar 05, 2017 11:23 AM IST

અમદાવાદઃહાસ્ય લેખક તારક મહેતાની આજે અમદાવાદમાં હાસ્યાંજલિ સભામાં તેમના ચાહકો રંગીન કપડામાં પહોચી હાસ્યાંજલિ આપી હતી. ગુજરાત યુનિ.ના કન્વેન્શન હોલ ખાતે હાસ્યાંજલિ સભાનું આયોજન કરાયું હતું.જાણીતા લેખક-પત્રકારોએ મહેતાજીને હાસ્યાંજલિ આપી હતી. હાસ્ય લેખકને હાસ્યાંજલિ અર્પવા અનેક જાણિતિ હસ્તિઓ હાજર રહી હતી.

hasyajali1

હાસ્ય લેખક તારક મહેતાને હાસ્યાંજલિ,રંગીન કપડામાં પહોચ્યા ચાહકો

તારક મહેતા કા ઉલટા ચશ્માના કલાકારો ટપ્પુ, પોપટલાલ, જેઠાલાલ સહિતના કલાકરોએ પણ હાસ્યાંજલિ પાઠવી હતી.હાસ્યાંજલિ સભામાં રંગીન કપડામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.નોધનીય છે કે, તારક મહેતાના પરિવારજનો તેમજ ચાહકોને તારક મહેતાના પત્ની ઈન્દુબેન મહેતા સહિતે અનુરોધ કર્યો હતો કે,તેમના મિજાજને અનુલક્ષીને સફેદ વસ્ત્રો પહેરવા અનિવાર્ય નથી. તારક મહેતાનું બેસણું પણ તેમના જેવા હાસ્યલેખકના મિજાજને છાજે તે રીતે રંગીન કપડાંમાં યોજાશે.

hasyajali2

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર