મુંબઇની યુવતિ પર ગેંગરેપ કરનારા બે આરોપીનું મેડિકલ પરિક્ષણ કરાયું

Apr 05, 2017 07:10 PM IST | Updated on: Apr 05, 2017 07:10 PM IST

સુરતઃમુંબઇની યુવતી સાથે ગેંગ રેપના બે આરોપી જયદીપ ગોહિલ અને ભરત પટેલનું ગઇકાલે રાત્રે મેડિકલ પરીક્ષણ કરાયું હતું.અડાજણ પોલીસે સાંજે ધરપકડ કરી હતી.બંને યુવતી પર બળાત્કાર ગુજારવામાં સામેલ હતા.મુખ્ય આરોપી રમેશ કાબાના મિત્રો છે.

મુંબઇની યુવતિ પર ગેંગરેપ કરનારા બે આરોપીનું મેડિકલ પરિક્ષણ કરાયું

મૂળ મુંબઈના મલાડની  રહેવાસી યુવતી સુરત આવી હતી. રમેશ ઉર્ફે કાકા અને આર.કે. નામના વ્યક્તિઓ અડાજણ ખાતે મળ્યા બાદ ત્રણેય કડોદરા ખાતે એક ફાર્મહાઉસમાં ગયા હતા. જ્યાં એક મહેફિલ રાખવા આવી હતી.મુંબઈની યુવતી 29 તારીખના રોજ સુરત આવી હતી. નાણાંની લેતી દેતી બાબતે આ યુવતી ફાયનાન્સર યુવકોના સંપર્કમાં આવી હતી. યુવતિ પર ચાર કલાક સુધી 7 જેટલા શખ્સોએ નશામાં રેપ કર્યો હતો.

મહેફિલ પૂર્ણ થયા બાદ યુવતી પર એક પછી એક સાત લોકોએ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બન્યા બાદ યુવતી સ્થાનિક કડોદરા પોલીસ મથકે પહોંચી હતી. રમેશ ઉર્ફે કાકા અને RK નામના બ્રોકરનો પણ આરોપીઓમાં સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર