12 સાયન્સના વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ માટે હવે ફક્ત NEET આપવાની રહેશે

Feb 09, 2017 12:28 PM IST | Updated on: Feb 09, 2017 04:00 PM IST

ગાંધીનગરઃરાજ્ય સરકારે 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે.રાજ્ય આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ જાહેરાત કરી હતી કે,12 સાયન્સના વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ માટે હવે ફક્ત NEET આપવાની રહેશે.

પેરા મેડિકલ માટે ફક્ત બોર્ડની એક્ઝામના આધારે પ્રવેશ મળશે.અત્યાર સુધી વિદ્યાર્થીઓએ GUJCET સહિત 3 પરીક્ષાઓ આપવાની રહેતી હતી.હવે મેડિકલ અભ્યાસક્રમોમાં GUJCETની પરીક્ષા આપવાની નહીં રહે.

12 સાયન્સના વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ માટે હવે ફક્ત NEET આપવાની રહેશે

જેથી હવે મેડિકલમાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે. અને માત્ર એક જ પ્રવેશ પરિક્ષા આપવી પડશે. બે પરીક્ષાઓ ઓછી થતા સારા પરિણામ વિદ્યાર્થીઓ લાવી શકશે.

રાજ્યના આરોગ્યપ્રધાન શંકર ચૌધરીએ દાવો કર્યો હતો કે 12 વિજ્ઞાનપ્રવાહ બાદ મેડીકલ અને પેરામેડીકલ અભ્યાક્રમોમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓએ બોર્ડની પરિક્ષા સહિત 3 પરિક્ષાઓની તૈેયારીઓ કરવાની રહેતી હતી જેના લીધે તેમના પર ભારણ વધતું હતું એટલે સરકારે આ નિર્ણય લીધો છે. જે અનુસાર મેડીકલ અભ્યાસક્રમોમાં NEET ના આધારે જ્યારે પેરામેડીકલ અભ્યાસક્રમોમાં ફક્ત બોર્ડની પરિક્ષાના આધારે પ્રવેશ અપાશે. એટલેકે મેડીકલ-પેરા મેડીકલમાં જવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ ગુજકેટ આપવાની રહેશે નહિ.

ફાઇલ તસવીર

સુચવેલા સમાચાર