MCD ELECTION RESULT 2017:હાર બાદ અજય માકનનું રાજીનામું,ત્રણેય નિગમો પર બીજેપીનો કબજો

Apr 26, 2017 09:27 AM IST | Updated on: Apr 26, 2017 12:31 PM IST

દિલ્હી MCD ચૂંટણી પરિણામની આજે મત ગણતરી ચાલુ છે. ત્યારે પહેલા તબક્કામાં અહી પણ મોદી લહેર જોવા મળી રહી છે. 270પૈકી 117 સીટો પર બીજેપી આગળ,કોંગ્રેસ નં-2 અને કેજરીવાલની પાર્ટી નં-3 પર છે. મોદી મેજીક જોવા મળી રહ્યુ છે. ત્યારે કોંગ્રેસ પણ નિરાશ થઇ છે. તો આમ આદમી પાર્ટી પણને પણ છોબી પછડાટ મળી છે. હારથી લાલઘુમ થયેલા આપ નેતાએ કહ્યુ હતું કે બીજેપીએ મોદી લહેરથી નહી પણ ઇવીએમ લહેરથી દિલ્હી જીત્યુ છે.

ત્રણેય નગર નિગમોની કુલ 270 સીટોમાંથી 187 સીટો પર બીજેપી જીત તરફ આગળ વધી રહેલી દેખાય છે. ત્યારે આમ આદમી પાર્ટી 45 સીટો પર કબજો કરવા જઇ રહી છે. તો કોંગ્રેસને માત્ર 28 સીટો પર જ સમજોતો કરવો પડી શકે છે.

MCD ELECTION RESULT 2017:હાર બાદ અજય માકનનું રાજીનામું,ત્રણેય નિગમો પર બીજેપીનો કબજો

આમ આદમી પાર્ટી મતગણતરીમાં અત્યારે નંબર ત્રણ પર ચાલી રહી છે. આ ચુંટણીમાં સૌથી વધુ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની સાખ દાવ પર છે. આ સિવાય બીજેપીએ પણ અહી મોટી જીતની ઉમીદ બાંધી છે.નોધનીય છે કે,દિલ્હીમાં ત્રણેય નપાની 272 બેઠકો પર મતદાન થયું હતું.

એમસીડી ચુંટણીના પરિણામ બાદ આજે આમ આદમી પાર્ટીના મંત્રી ગોપાલ રાયએ બીજેપીની જીતને ઇવીએમની લહેર કહી છે. તેમણે કહ્યુ દિલ્હીની અંદર જો ચુંટણીના જે પરિણામ આવ્યા છે. ગત 10વર્ષમાં દિલ્હીમાં ડેન્ગુ,ચિંકનગુનિયાનો અડ્ડો છે. તેમ છતાં ચુંટણીમાં બીજેપીની જીત થઇ છે. જેથી એ નક્કી છે કે એકવાર ફરી ઇવીએમની લહેરથી દિલ્હીમાં બીજેપીની જીત થઇ છે. આમ આદમી પાર્ટી સંપુર્ણ અવલોકન કરશે. બીજેપી યેનકેન પ્રકારે દેશમાં લોકતંત્ર ખતમ કરવા ઇચ્છે છે.

દિલ્હી MCD ચૂંટણી પરિણામમાં અજય માકને સ્વીકારી હારની નૈતિક જવાબદારી.અજય માકને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપ્યું છે અને કહ્યુ છે કે,એક વર્ષ સુધી કોઈ પ્રકારનું પદ નહીં સ્વીકારું.

દિલ્હી MCD ચૂંટણી પરિણામ

AAPના નેતા ગોપાલ રાયનું નિવેદન

આ મોદી લહેર નહીં, EVM લહેર છે

લોકતંત્રને ખતમ કરવા માગે છે સરકાર: ગોપાલ રાય

દિલ્હી MCD ચૂંટણી પરિણામ

જનકપુરી દક્ષિણમાં ભાજપની જીત

સોનિયા વિહારથી ભાજપના સુષમા મિશ્રાની જીત

મધુ વિહારથી ભાજપના ઉમેદવાર મમતા ધામાની જીત

બદરપુરથી કોંગ્રેસના ઉમેદવારની જીત

દરિયાગંજમાં ભાજપની જીત

મોતીનગરમાં ભાજપની જીત

કેશવપુરમાં ભાજપની જીત

જૈતપુરમાં ભાજપની જીત

સિલમપુરમાં BSPની જીત

AAP નેતા આશુતોષનું નિવેદન

બીજેપીએ MCDમાં ફક્ત ભ્રષ્ટાચાર કર્યા છે

જનતાને ગરબડીનો અંદાજ નથી: આશુતોષ

સુચવેલા સમાચાર