અમદાવાદઃદારૂની મહેફીલ માણતા 5 નબીરા પકડાયા

Feb 19, 2017 11:09 AM IST | Updated on: Feb 19, 2017 11:09 AM IST

અમદાવાદઃ દારૂ બંધીનો કડક કાયદો બન્યા બાદ અમલ માત્ર કાગળ પર જ થતો હોય તેવું લાગી રહ્યુ છે. અમદાવાદમાં આજે વધુ એક વાર દારૂની મહેફીલ માણતા પાંચ નબીરા પોલીસના હાથ લાગ્યા છે. ત્યારે શહેરમાં દારૂ કઇ રીતે પહોચ્યો છે તેને લઇ પોલીસની કામગીરી ફરી શંકામાં આવી રહી છે.

કેશવબાગ પાસેના મયુર ફ્લેટમાંથી દારૂ પીતા 5 યુવકો ઝડપાયા છે.પીજીના યુવકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે.સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં 5 યુવકોને ઝડપી લેવાયા છે.વસ્ત્રાપુર પોલીસે 5 યુવકોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદઃદારૂની મહેફીલ માણતા 5 નબીરા પકડાયા

સુચવેલા સમાચાર