મનોજ સિંહા યૂપી અને ત્રિવેન્દ્ર રાવત બની શકે છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી

Mar 17, 2017 10:02 AM IST | Updated on: Mar 17, 2017 10:02 AM IST

નવી દિલ્હી #ભાજપે યૂપી અને ઉત્તરાખંડના નવા મુખ્યમંત્રી કોને બનાવવા એ અંગે પસંદગીનો કળશ ઢોળ્યો છે. બસ માત્ર ઔપચારિક જાહેરાત કરવાની જ બાકી છે. પાર્ટી સુત્રોની વાત માનીએ તો ઉત્તરપ્રદેશમાં સરકારની દોર મનોજ સિંહાના હાથમાં આવી શકે છે અને ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર રાવત મુખ્યમંત્રી બની શકે છે. આ બંને નામ પર ભાજપી મોવડી મંડળની સહમતી થઇ છે માત્ર નામ જાહેર કરવાના જ બાકી છે.

અમારી સહયોગી સંસ્થા ફર્સ્ટપોસ્ટમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની પસંદ યૂપી માટે મનોજ સિંહા છે અને ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર રાવત છે. મનોહસિંહાના નામની જાહેરાત શનિવારે લખનૌમાં યોજાનાર ભાજપની બેઠકમાં કરાશે.

મનોજ સિંહા યૂપી અને ત્રિવેન્દ્ર રાવત બની શકે છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી

ભાજપે યૂપી અને ઉત્તરાખંડમાં ઝળહળતી સફળતા મેળવી છે. યૂપીમાં ભાજપ અને સહયોગીને 325 અને ઉત્તરાખંડમાં 57 બેઠકો મળી છે. ગોવા અને મણીપુરમાં ભાજપની સરકાર બની છે. ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરને બનાવાયા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર