યૂપીમાં ઐતિહાસિક જીત બાદ ભાજપે ગોવામાં પણ ખેલ પાડ્યો, મનોહર પારિકર બનશે નવા સીએમ

Mar 13, 2017 01:15 PM IST | Updated on: Mar 14, 2017 12:04 AM IST

પણજી #ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ ભાજપે ગોવા અને મણીપુરમાં પણ ખેલ પાર પાડ્યો છે. સ્પષ્ટ બહુમતી ના હોવા છતાં અન્યોનો સહયોગ મળી સરકાર રચવાનો દાવો કર્યો છે. કેન્દ્રિય રક્ષા મંત્રી મનોહર પારિકર નવા સીએમ તરીકે શપથ લેશે. ગોવા ભાજપ ધારાસભ્યોએ પારિકરને પોતાના નેતા ચૂંટ્યા છે.

ગોવાના રાજ્યપાલ મુદુલા સિન્હાએ ભાજપ વિધાયક દળના નેતા પર્રિકરને આજે મુખ્યમંત્રી નિયુક્ત કર્યા છે. શપથ લેવા માટે પર્રિકરને 15 દિવસની અંદર બહુમત સાબિત કરવો પડશે.

યૂપીમાં ઐતિહાસિક જીત બાદ ભાજપે ગોવામાં પણ ખેલ પાડ્યો, મનોહર પારિકર બનશે નવા સીએમ

મનોહર પર્રિકરે રક્ષામંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આ અંગે તેમણે કહ્યુ કે રાજીનામું પીએમઓને મોકલી આપ્યું છે. હું કાલે સાંજે કૈબિનેટ મંત્રીયો સાથે ગોવાના મુખ્યમંત્રી પદના શપથ લઇશ.

રાજ્યપાલના સચિવ કુમાર ઠાકુરે એક પ્રેસનોટ જાહેર કરી કહ્યુ કે, રાજ્યપાલ મુદુલા સિન્હાએ ગોવા ભાજપ વિધાયક દળના નેતા મનોહર પર્રિકરને ગોવાના સીએમ નિયુક્ત કર્યા છે. ગડકરીએ રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતું કે તેઓને ગોવા ફોરવર્ડ પાર્ટી (જીએફપી), મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી અને 3 અપક્ષ ધારાસભ્યોએ સહયોગ આપ્યો છે. સીએમ પદના શપથ લેતા પહેલા પર્રિકર મોદી કેબિનેટમાંથી રાજીનામું આપશે.

બીજેપીએ કુલ 22 ધારાસભ્યોનો સપોર્ટ હોવાનો દાવો કર્યો છે. 40 સીટોવાળી ગોવા વિધાનસભામાં બહુમત માટે 21 સીટની જરૂર હોય છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર