ગોવા: કોંગ્રેસના હાથમાંથી ભાજપે કોળીયો ઝૂંટવ્યો, મનોહર પારિકર બન્યા સીએમ

Mar 14, 2017 06:14 PM IST | Updated on: Mar 14, 2017 06:14 PM IST

ગોવા #ગોવા વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો સાથે કોંગ્રેસ ઉપર રહ્યું હતું પરંતુ રાજકીય દાવપેચમાં ભાજપે માત આપી છે. ભાજપે સરકાર બનાવી છે. રક્ષામંત્રી પદેથી રાજીનામું આપી મનોહર પારિકરે આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ગોવાના મુખ્યમંત્રી પદે મનોહર પારિકરે આજે ચોથીવાર શપથ લીધા છે. અહીં નોંધનિય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર એમણે આગામી 16મી માર્ચે વિધાનસભામાં પોતાનો બહુમત પુરવાર કરવાનો છે.

વિધાનસભા ચૂંટણીમાં 40 બેઠકોમાંથી માત્રી 13 બેઠકો જીત્યા બાદ પણ ભાજપે આજે સરકાર બનાવી છે. નાની નાની પાર્ટીઓના સહયોગથી ભાજપે કોંગ્રેસને માત આપી છે. ભાજપે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી અને ગોવા ફોરવર્ડ પાર્ટી સાથે અપક્ષોનું પણ સમર્થન મળ્યું છે.

ગોવા: કોંગ્રેસના હાથમાંથી ભાજપે કોળીયો ઝૂંટવ્યો, મનોહર પારિકર બન્યા સીએમ

કોંગ્રેસને 40 બેઠકોમાંથી 17 બેઠકો મળી હતી. પરંતુ સરકાર બનાવવા માટે રાજ્યપાલના બોલાવવાની રાહ જોતા રહ્યા અને ભાજપે બાજી મારી લીધી. ભાજપે સરકાર બનાવવાનો દાવો કર્યો અને સરકાર બનાવી લીધી.

અહીં નોંધનિય છે કે, મનોહર પારિકરના શપથ સમારોહને લઇને કોંગ્રેસે આ મામલે મનાઇ હુકમ માંગતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે મુદ્દે આજે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજી રદ કરી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર