સુપ્રીમ કોર્ટનો આદેશ, મનોહર પારિકર 16 માર્ચે બહુમત સાબિત કરશે

Mar 14, 2017 03:35 PM IST | Updated on: Mar 14, 2017 03:35 PM IST

નવી દિલ્હી #સુપ્રીમ કોર્ટે ભાજપને 16 માર્ચે ગોવા વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ આદેશ મનોહર પારિકરને મુખ્યમંત્રી બનવાના વિરોધમાં કોંગ્રેસ તરફથી દાખલ કરાયેલી અરજી સંદર્ભે આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે મારિકરના શપથ ગ્રહણ સમારોહ સામે રોક લગાવવા માટેની કોંગ્રેસની માંગને ફગાવી છે. ભાજપ દ્વારા ગોવા અને મણીપુરમાં સરકાર બનાવવાના દાવાના વિરોધમાં કોંગ્રેસે લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસે સ્થગન પ્રસ્તાવ રજુ કરવા માટે નોટિસ પણ આપી હતી.

મંગળવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ જે એચ ખેહરે કહ્યું કે, કોંગ્રેસને સમર્થન પ્રાપ્ત ધારાસભ્યોનો આંકડો આપવાનો જોઇએ. ગોવાના રાજ્યપાલ મૃદુલાસિંહ સરકાર બનાવવાના દાવા મુદ્દે કોંગ્રેસ નેતાઓ સાથે મુલાકાત કરશે.

સુપ્રીમ કોર્ટનો આદેશ, મનોહર પારિકર 16 માર્ચે બહુમત સાબિત કરશે

સુપ્રીમ કોર્ટની બેન્ચે કોંગ્રેસ અંગે ટીપ્પણી કરતાં કહ્યું કે, જો તમારી પાસે બહુમત છે તો તમારે રાજભવનની બહાર ધરણાં કરવા જોઇએ. તમારી પાસે ઘણો સમય હતો. કોઇ પણ સભ્યએ તમારા સમર્થનમાં રાજ્યપાલને સોંગધનામું નથી આપ્યું.

કોંગ્રેસે સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું કે રાજ્યપાલ સિંહા દ્વારા ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપવું ગેરકાનૂની અને અબંધારણીય છે. કોંગ્રેસનું કહેવું છે કે, સૌથી વધુ બેઠકો જીતનારી પાર્ટીને સરકાર બનાવવા માટે પહેલો મોકો મળવો જોઇએ.

અહીં નોંધનિય છે કે, ભાજપ દ્વારા સરકાર બનાવવા દાવા વિરૂધ્ધ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે એને રદ કરતાં 16 માર્ચે વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે આદેશ આપ્યો છે. આ પહેલા રાજ્યપાલ મૃદુલા સિંહાએ 15 દિવસમાં બહુમત સાબિત કરવા માટે કહ્યું હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર