અમદાવાદઃબાઇક સવાર યુવક રોડ વચ્ચે ગાય આવતા પટકાયો,મોત

Jan 26, 2017 10:35 AM IST | Updated on: Jan 26, 2017 10:35 AM IST

અમદાવાદઃશહેરના જશોદાનગર મણિનગરને જોડતા ઇન્દુલાલ યાજ્ઞિક ઓવરબ્રિજ પાસે એક યુવક બાઇક લઇને જઇ રહ્યો હતો ત્યારે રખડતું ઢોર અચાનક વચ્ચે આવી જતા યુવક પટકાયો હતો.જેનું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર હર્ષ નામનો યુવક યુનિવર્સિટીથી ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે તેને અકસ્માત નડ્યો હતો.20 વર્ષીય યુવાન બાઇક સાથે ગાયની અડફેટે આવતાં તેનું મોત નીપજ્યું છે.યુવાનનું લોહી લગભગ 20 ફૂટ સુધી પહોંચ્યું, ટ્રાફિક જામ થયો હતો.મૃતક યુવાન સ્થાનિક વિનોદ પાર્ક સોસાયટીમાં રહેતો હોવાનું ખૂલ્યું છે.વિદ્યાર્થી MSCIT એન્જિ.નો વિદ્યાર્થી હોવાનું બહાર આવ્યું છે.મૃતક હર્ષની 13 જાન્યુઆરીએ બર્થ ડે ગયો હતો.

અમદાવાદઃબાઇક સવાર યુવક રોડ વચ્ચે ગાય આવતા પટકાયો,મોત

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર