કેમિકલથી કેરી પકવવાનો રાજકોટમાં નવો કિમિયો,આરોગ્ય વિભાગ પણ ચોકી ગયું

May 01, 2017 09:56 AM IST | Updated on: May 01, 2017 09:56 AM IST

રાજકોટમાં શનિવારે પોપટપરા વિસ્તારમાં આવેલા કેરીના ગોડાઉનમાં દરોડા પડ્યા હતા અને હજારો કિલો અખાદ્ય કેરી પકડી પાડવામાં આવી હતી. જે સમયે આરોગ્ય વિભાગે દરોડા પડ્યા ત્યારે ગોડાઉનમાં જે ઈર્તે કેરી પકવવામાં આવી રહી હતી તે પદ્ધતિ જોઇને ખુદ અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા.

શહેરના પોપટપર વિસ્તારમાં જીતુભાઈ નાવાણીના કેરીના ગોડાઉનમાં ૩૦૦૦ કિલો કેરી પકવવામાં આવતી હતી. અલગ અલગ ત્રણ થી ચાર રૂમમાં કેરીને કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરી પકવવામાં આવતી હતી.

કેમિકલથી કેરી પકવવાનો રાજકોટમાં નવો કિમિયો,આરોગ્ય વિભાગ પણ ચોકી ગયું

એક બંધ રૂમમાં કેરબામાં કેરીને રાખવામાં આવે છે જે બાદ એક ડોલમાં પાણીની સાથે કેલ્શિયમ કાર્બાઈડ મિક્સ કરી આ ડોલને રૂમમાં રાખી દેવામાં આવે છે. જેમાંથી ખુબ જ ગરીમી ઉત્પન થાય છે. આ રૂમને બે થી ત્રણ દિવસ સીલ કરી દેવામાં આવે છે, અને કાર્બાઈડ તથા કેમીકલની ગરમીથી કેરીને પકવવામાં આવે છે.

બે થી ત્રણ દિવસ બાદ જયારે રૂમ ખોલવામાં આવે છે ત્યારે થોડા સમય માટે ખુદ માનવી પણ આ રૂમની આસપાસ જઈ શકતો નથી એટલો ગરમાવો આ રૂમમાં જોવા મળે છે.

કેરી પકવવાની આ રીત એટલી ગુપ્ત હતી કે કોઈ તપાસ કરવા આવે તો પણ કોઈ સબુત હાથ લાગતા નથી અને કોઈને  જાણ પણ થતી નથી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર