મન કી બાતઃપીએમ મોદીએ યુવાનોને વેકેશનનો સદ ઉપયોગ કરવા આપી સલાહ

Apr 30, 2017 11:06 AM IST | Updated on: Apr 30, 2017 01:34 PM IST

પીએમ નરેન્દ્ર મોદીએ આજે તેમના રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં 31મી વખત દેશની જનતાને સંબોધીત કરી છે. આ કાર્યક્રમથી મોદી સામાન્ય નાગરિકો સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવે છે.

manki1

મન કી બાતઃપીએમ મોદીએ યુવાનોને વેકેશનનો સદ ઉપયોગ કરવા આપી સલાહ

પીએમ મોદીએ જણાવ્યુ હતું કે સામાન્ય નાગરિકોના મંતવ્યોને પણ સરકાર ગંભીરતાથી લઇરહી છે.દેશના ખુણે ખુણે શક્તિઓનુ ભંડોળ છે.

પીએમ મોદી મન કી બાતમાં અગાઉ કાળુ નાણુ સામે લડાઇ, ડિજિટલ ઇન્ડિયાસ, ખાવાની બરબાદી રોકવા, દિવ્યાગો, બાળકો સહિતના અનેક મુદ્દા ઉઠાવી ચુકયા છે.

રેડિયો પર પીએમ મોદીની મન કી બાત

મે-જૂનની ગરમી માર્ચ-એપ્રિલમાં જોવા મળી

ગરમીમાં લોકો પશુ-પંખીની ચિંતા કરે છે

બાળકો પક્ષીઓના પાણી માટે વધુ ચિંતા કરે છે.

પશુ-પક્ષીઓ પ્રત્યેના લગાવનથી આનંદની અનુભુતિ

1મે ગુજરાત-મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ

ગુજરાત-મહારાષ્ટ્રના સ્થાપના દિવસ નિમિત્તે શુભકામનાઓ

ગુજરાત-મહારાષ્ટ્ર મહાપુરુષોની ભૂમી છે

2022 સુધી દેશને આગળ લઇ જવાનો સંકલ્પ લોઃપીએમ મોદી

યુવાનો કન્ફટ જોનમાં જ જિંદગી ગુજારે છે.

manki

કેટલાક યુવાનો આરામ કરવાના આદી,આરામમાં સમય પસાર કરે છે

વેકેશનનો સદઉપયોગ કરો,કંઇક નવું શીખો

રજાના દિવસે નવી ટેકનોલોજી શીખે યુવાનોઃ પીએમ મોદી

રજાઓનો સદ ઉપયોગ કરો, નવા અને સકારાત્મક પ્રયોગ કરોઃ પીએ મોદી

24 કલાક મુસાફરીનો અનુભવ કરે યુવાનોઃપીએમ મોદી

રીઝર્વેશન વગર સેકન્ડ ક્લાસમાં પ્રવાસ કરો

દેશની વિવિધતા અંગે યુવાનો જાણે

કંઇક નવું શીખવા મળે છે,એક સ્થળે 3-4 દિવસ રહો

પ્રવાસથી નવું શીખવાનો મોકો મળે છે

ભીમ એપનો ઉપયોગ કરવા અપીલ કરી

વીઆઇપીને બદલે ઇપીઆઇનું સુત્ર અપનાવો

ઇપીઆઇ એટલે એવરી પર્સન ઇન ઇનપોટન્ટ

વીઆઇપી કલ્ચર સામાન્ય લોકો પસંદ નથી કરતા

સમરકેમ્પ કે પર્સનાલિટી ડેવલપમેન્ટના કોર્સ કરી શકાય.

અંતર ઓછું કરવા માટે આવેલી ટેક્નોલોજીનો દુરુપયોગ થઇ રહ્યો છે. અંતર ઓછું થવાને બદલે એક જ ઘરના લોકો એકબીજાથી દૂર થઇ રહ્યા છે. તેનો સદુપયોગ કરો.

નવી સ્કિલ્સ ડેવલપ કરો. વેકેશનમાં પણ કોઇને કોઇ કોચિંગ કે વેકેશન બેચ ચાલતા રહે છે. શું યુવાપેઢી રોબોટ બની રહી છે? જીવનમાં કંઇક કરવું સારી વાત છે. પણ તેમાં માનવીય ગુણોથી દૂર ન થવું.

આ વેકેશનમાં ટેક્નોલોજીથી દૂર થઇ પોતાની જાત સાથે વાત કરો. કોઇ કલા, કોઇ વાદ્ય શીખી શકાય, ચિત્રકામ શીખી શકાય. કાર ડ્રાઇવિંગને બદલે રિક્ષા ડ્રાઇવિંગ કરવાનું મન ન થાય? આઉટ ઑફ બોક્સ કંઇક કરો. નવા પ્રયોગ કરો.

તમે કોઇ નવી જગ્યાએ જઇ રહ્યા છો તો તેનો ફોટો મારી સાથે શેર કરો. #IncredibleIndia સાથે ટ્વિટ કરો.

થોડાંક દિવસો પછી આપણે બુદ્ધ પૂર્ણિમા ઊજવીશું. દુનિયામાં જ્યારે યુદ્ધ, વિનાશ અને આતંકવાદ ફેલાઇ રહ્યો છે, ત્યારે આપણે બુદ્ધના બતાવેલા રસ્તે ચાલીને આગળ વધી શકીએ છીએ.

5 મે ના દિવસે ભારત સાઉથ એશિયાના નવા સેટેલાઇટને લોન્ચ કરશે. આ આખા રિજન માટે એક અનોખું ઉદાહણ હશે.

 

સુચવેલા સમાચાર