એમપીમાં ચાર દિવસમાં 8 ખેડૂતોનો આપઘાત,શિવરાજના ગૃહ જિલ્લામાં 2 ખેડૂતોનો આપઘાત

Jun 17, 2017 11:15 AM IST | Updated on: Jun 17, 2017 11:15 AM IST

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના ગૃહ જિલ્લા શીહોરમાં બે ખેડૂતોએ ગુરુવારે આપઘાત કરી લીધો છે. પોલીસે મોતનું કારણ બિમારી અને વિવાદ બતાવ્યો છે જો કે પરિવાર આ સાથે સહેમત નથી. આવી રીતે એમપીમાં ચાર દિવસમાં આત્મહત્યા કરનાર ખેડૂતોની સંખ્યા 8 થઇ ગઇ છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર નસરુલ્લાગંજમાં લાચોર ગામમાં ખેડૂત મુકેશ યાદવ(ઉ.વ.23)એ બુધવારે ખેતરમાં ઝેર ગટગટાવ્યું હતું. જેની તબીયત બગડતા ભોપાલ લવાયો હતો. જ્યા ગુરુવારે તેનું મોત થયું હતું. મુકેશ પાસે દોઢ એકર જમીન છે.

એમપીમાં ચાર દિવસમાં 8 ખેડૂતોનો આપઘાત,શિવરાજના ગૃહ જિલ્લામાં 2 ખેડૂતોનો આપઘાત

નસરુલ્લાગંજ પોલીસના નિરંજન શર્માએ માહિતી આપતા કહ્યુ કે મુકેશના ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતા. પરિવારિક તણાવમાં તેણે આપઘાત કર્યો છે. જ્યારે અન્ય એક અધીકારીએ આપઘાતનું કારણ પેટની બિમારી જણાવ્યુ જ્યારે મુકેશના પરિવારનું કહેવું છે કે પોલીસે તેમને કોઇને પણ આત્મહત્યાનું કારણ નહી જણાવવા દબાણ કર્યુ છે પરંતુ બિમારી કે પારિવારિક તણાવમાં તેણે આપઘાત નથી કર્યો.

શીહોરના સિદ્દીકીગંજ પોલીસ ક્ષેત્રના બાપચા ગામમાં પણ આત્મહત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે. ગામમાં ખાજુ ખા(75) નામના ખેડૂતે ઝાડ પર લટકી ગુરુવારે આપઘાત કરી લીધો છે.

અહી પોલીસનું કહેવુ છે ખા માનસિક બિમાર હતો જેથી આપઘાત કર્યો છે જ્યારે પરિવારનું કહેવું છે કે ખાદ-બીજ ખેતી માટે ન મળતા તે પરેશાન હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર