એમપીમાં ખેડૂતોનું ઉગ્ર પ્રદર્શન, ટ્રેનો રોકી, પોલીસ ચોકીઓ સળગાવી,જીપ ફુંકી મારી

Jun 07, 2017 03:49 PM IST | Updated on: Jun 07, 2017 03:49 PM IST

મધ્ય પ્રદેશમાં મંદ્રસૌરમાં ગઇકાલે પોલીસ ફાયરિંગમાં 6 ખેડૂતોના મોત બાદ આજે એમપીમાં ખેડૂતોએ ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. અને હિંસા ભડકી છે. મંદસૌરના પડોશી જિલ્લા નીમચમાં પણ ખેડૂતોનું ઉગ્ર પ્રદર્શનન કરતા પોલીસ ચોકી ફુકી મારી છે. આ સિવાય પથ્થરમારો પણ કરાયો છે.

Mandsaur-violence

એમપીમાં ખેડૂતોનું ઉગ્ર પ્રદર્શન, ટ્રેનો રોકી, પોલીસ ચોકીઓ સળગાવી,જીપ ફુંકી મારી

નીમચ જિલ્લામાં મહુ-નસીરાબાદ હાઇવે પર ખેડૂતોએ ટાયરો સળગાવ્યા છે. પોલીસે રોકવાનો પ્રયાસ કરાયો તો પત્થરમારો કરાયો છે. પોલીસ ચોકી પર પથ્થરમારો કરી આગ હવાલે કરી દેવાઇ છે.

પોલીસે ખેડૂતો પર આસુ ગેસના ગોળા છોડ્યા છે. આંદોલનકારીઓએ કોટા-રતલામ ટ્રેનને રોકી છે. બે ટ્રકોમાં આગ લગાવી છે. સુવસરામાં પ્રદર્શનકારીઓએ બે ડર્ઝનથી વધુ મકાનો અને દુકાનોમાં આગ લગાવી દીધી છે.

Neemuch-violence

  • દેવાસ જિલ્લાના હાટપીપલ્યામાં ઉગ્ર આદોલન

આક્રોશિત ખેડૂતોએ પોલીસની 100 ડાયલને આગ હવાલે કરી છે

ખરગોનના મહેશ્વરમાં બંધ દરમિયાન ખેડૂતોએ હંગામો કર્યો

પેટ્રોલ પંપ, ગેસ એજન્સી સહિત 12 વાહનોમાં કરી તોડફોડ

પોલીસે કર્યો લાઠીચાર્જ

  • મીડીયા કર્મીઓને પણ ખેડૂતોએ દોડાવ્યા

 

રેલવે પણ આંદોલનને લઇ એલર્ટ   

આંદોલનકારીઓએ સીતામઉ જિલ્લામાં કર્યો પથ્થરમારો

તોડફોડ દરમિયાન પોલીસ અધિકારીઓ સાથે મારપીટ

કયામપુરમાં યુકો બેકમાં તોડફોડ અને આગ લગાડાયાના અહેવાલ

કયામપુર ગ્રામ પંચાયતમાં ખેડૂતોએ કર્યો પથ્થરમારો

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર