શિવરાજના ઉપવાસ પુર્ણ, કહ્યુ- જ્યારે જ્યારે ખેડૂતો પર મુશ્કેલી આવી ત્યારે હું આરામથી ઉઘ્યો નથી

Jun 11, 2017 02:25 PM IST | Updated on: Jun 11, 2017 07:34 PM IST

મંદસૌરમાં શરુ થયેલા મધ્ય પ્રદેશના ખેડૂતોના આંદોલન બાદ હિંસા ફાટી નીકળ્યા પછી બગડેલા હાલાત પછી પ્રદેશમાં શાંતિ સ્થાપિત કરવા માટે સીએમ શિવરાજસિંહ ચૌહાણ ઉપવાસ કરી રહ્યા છે. આજે તેમના ઉપવાસનો બીજો દિવસ છે. ડોક્ટરોએ રવિવારે સીએમનું મેડીકલ ચેકઅપ કર્યુ હતું. જેમાં તેમનું સુગર અને બીપી સામાન્ય આવ્યુ છે. શિવરાજે આજે કહ્યુ હતુ કે હું એસી ચેમ્બરમાં બેસી રહેનારો સીએમ નથી. જ્યારે ખેડૂતો પર મુશ્કેલી આવી ત્યારે મારી ઉઘ હરામ થઇ ગઇ છે. હું આરામથી ઉઘ્યો પણ નથી.27 કલાક પછી શિવરાજ સિંહે તેમના ઉપવાસ પૂરા કર્યા છે.પૂર્વ મંત્રી કૈલાશ જોશીએ તેમને જ્યૂસ પીવડાવીને પારણા કરાવ્યા હતા.

શિવરાજના ઉપવાસ પુર્ણ, કહ્યુ- જ્યારે જ્યારે ખેડૂતો પર મુશ્કેલી આવી ત્યારે હું આરામથી ઉઘ્યો નથી

ઉઠ્યા આ સવાલ

આ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય જીતુ પટવારીએ સીએમના ઉપવાસ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ આખરે આંદોલનના છેલ્લા દિવસે સીએમએ કેમ ઉપવાસ શરૂ કર્યા.

દશહરા મેદાનને બનાવ્યુ હંગામી કાર્યાલય

સીએમ શિવરાજસિંહ ચૌહાણે દશહરા મેદાનના મંચ પર જ પોતાનું હંગામી કાર્યાલય બનાવ્યું છે. અહીથી સ્કુલ ચલો અભિયાનની સમીક્ષા બેઠક લીધી હતી.

ઉપવાસ તોડવાની માંગ

રવિવારે સવારે એમપીના ગૃહમંત્રી ભુપેન્દ્રસિંહએ સીએમ સાથે મુલાકાત કરી ઉપવાસ તોડવા આગ્રહ કર્યો હતો. મૃતકોના પરિવારજનોએ પણ સીએમ સાથે શનિવારે મુલાકાત કરી હતી અને ઉપવાસ ખતમ કરવા આગ્રહ કર્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર