કબજાની જંગઃમુલાયમ અને શિવપાલે સપા કાર્યાલયને માર્યું તાળું, લગાવાઇ નવી નંબર પ્લેટ

Jan 08, 2017 03:15 PM IST | Updated on: Jan 08, 2017 03:15 PM IST

લખનઉઃસમાજવાદી પાર્ટીનો વિવાદ શાંત પડવાનું નામ લેતો નથી આ વચ્ચે રવિવારે પાર્ટીના કાર્યાલય પર કબજાની જંગ શરૂ થઇ છે. ત્યારે દિલ્હી રવાના થતા પહેલા મુલાયમસિંહના આદેશ પર સમર્થકોએ સપાના કાર્યાલય પર પોતાનો કબજો કરી લીધો હતો.

નોધનીય છે કે મુલાયમસિંહ યાદવ દિલ્હી રવાના થતા પહેલા તેમણે કાર્યાલય પર રૂમમાં નવી નેમ પ્લેટ લગાવી અને તાળુ માર્યું હતું. તેમણે રૂમ બહાર રાષ્ટ્રીય અધ્યક્ષ નેમ પ્લેટ લગાવી છે.

કબજાની જંગઃમુલાયમ અને શિવપાલે સપા કાર્યાલયને માર્યું તાળું, લગાવાઇ નવી નંબર પ્લેટ

તેમણે ઓએસડી જગજીવનથી ચાવીઓ લઇ ખિસ્સામાં રાખતા ત્યા હાજર સુરક્ષા કર્મીઓને આદેશ આપતા કહ્યુ કે જ્યા સુધી શિવપાલ યાદવ કે મારો કોઇ આદેશ ન આવે ત્યા સુધી આ તાળુ ખોલાશે નહીં.

આ વચ્ચે સપા કાર્યાલયમાં શિવપાલ યાદવની નેમ પ્લેટ ફરી લગાવી દેવાઇ છે. નોધનીય છે કે,આપાતકાલીન અધિવેશન પછી સપા પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવની નેમ પ્લેટ સપા કાર્યાલયથી હટાવી દેવાઇ હતી.

મુલાયમસિંહ દ્વારા પાર્ટી ઓફિસના રૂમમાં લગાવાયા તાળા

મુલાયમ અને શિવપાલ યાદવની નેમ પ્લેટ ફરીથી લગાવવામાં આવી

નેમ પ્લેટમાં મુલાયમને રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવાયા

શિવપાલ યાદવને સિંચાઈ અને સહકારિતા પ્રધાન ગણાવાયા

પાર્ટીમાં કોઈ મતભેદ નથીઃ મુલાયમસિંહ

રામગોપાલ યાદવનું નિવેદન

હવે કોઈની સાથે સમાધાન નહીં થાયઃ રામગોપાલ

અખિલેશ જ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષઃ રામગોપાલ

જે કટાક્ષ કરશે તે પોતે જ કપાશેઃ રામગોપાલ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર