યોગી સરકારનો વધુ એક સપાટો, સમાજવાદી સરકારની સ્માર્ટફોન સહિતની યોજનાઓ કરશે રદ

Apr 19, 2017 11:59 AM IST | Updated on: Apr 19, 2017 11:59 AM IST

નવી દિલ્હી #ઉત્તરપ્રદેશમાં સરકારમાં આવ્યા બાદ યોગી સરકાર રોજ નવા નિર્ણયો કરી રહી છે, આ સંજોગોમાં હવે યોગી સરકારે અખિલેશ સરકારની યોજનાઓ સામે સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. સમાજવાદી પાર્ટી દ્વારા જાહેર કરાયેલ સ્માર્ટફોન સહિતની યોજનાઓ રદ કરવાની તૈયારી કરી છે.

અખિલેશ સરકારની યોજનાઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિશાને છે. યોગી સરકાર ક્યાં તો આ યોજનાઓના નામ બદલી શકે છે કે પછી એને સંપૂર્ણ રીતે બંધ કરી શકે છે.

યોગી સરકારનો વધુ એક સપાટો, સમાજવાદી સરકારની સ્માર્ટફોન સહિતની યોજનાઓ કરશે રદ

અખિલેશની સમાજવાદી સરકાર દ્વારા લાગુ કરાયેલ સમાજવાદી સ્માર્ટફોન યોજના, જનેશ્વર મિશ્ર ગ્રામ યોજના અને લોહિયા અસર અને આવાસ યોજનાને બંધ કરવા યોગી સરકાર તખ્તો તૈયાર કરી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસારા યોગી સરકારે ચૂંટણી પહેલાથી લોન્ચ કરાયેલ સમાજવાગી સ્માર્ટફોન યોજનાને રદ કરવા જઇ રહી છે. અહીં નોંધનિય છે કે, અખિલેશ સરકારે ગત વર્ષે ડિસેમ્બરમાં આ સ્માર્ટફોન યોજના લોન્ચ કરી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર